Saturday, 12/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિત આવેલી એક મહિલા સહીત ત્રણ સિનિયર સીટીઝનના મોત નિપજતાં હાહાકાર:અત્યાર સુધીમાં કોરોના મહામારીના ખપ્પરમાં કુલ 9 લોકો હોમાયા

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિત આવેલી એક મહિલા સહીત ત્રણ સિનિયર સીટીઝનના મોત નિપજતાં હાહાકાર:અત્યાર સુધીમાં કોરોના મહામારીના ખપ્પરમાં કુલ 9 લોકો હોમાયા

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

 દાહોદ તા. 15

દાહોદમાં જિલ્લામાં વીતેલા 24 કલાકમાં કોરોના સંક્રમિત આવેલા એક મહિલા સહીત ત્રણ સિનિયર સીટીઝન દર્દીઓના અત્રેના કોવીડ હોસ્પિટલમાં મોત નિપજતાં હાહાકાર મચી જવા પામ્યો છે.જ્યારે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા કુલ દર્દીઓનો આંકડો 9 પર પહોંચ્યો હોવાની સત્તાવાર માહિતી મળવા પામેલ છે.

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વ સહીત ભારત દેશભરમાંથી કેટલાય લોકો આ મહામારીના ખપ્પરમાં હોમાઈ ચુક્યા છે.જ્યારે આ કાળમુખી મહામારીથી દાહોદ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 151 જેટલા દર્દીઓ નોંધાવા પામ્યા છે.અને 80 કોરોના સંક્રમિત દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.ત્યારે વીતેલા ચોવીસ કલાકમાં ઝાયડસ હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દેસાઈવાડ ખાતેના રહેવાસી 62 વર્ષીય રમેશચંદ્ર મણિલાલ સેવક,ગોધરારોડ ના રહેવાસી 75 વર્ષીય કુતુબુદ્દીન અબ્દુલ હુસૈન કાજી તેમજ ભીલવાડાના રહે.60 વર્ષીય સુકલીબેન વીરસીંગભાઇ પરમાર ને મળી ત્રણ સિનિયર સીટીઝનના મોત નિપજતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં ભયની સાથે હાહાકાર મચી જવા પામ્યો છે.જ્યારે દાહોદ જિલ્લામાં કોરોનાના કારણે કુલ 9 દર્દીઓ મૃત્યુ પામ્યાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

error: Content is protected !!