Thursday, 21/11/2024
Dark Mode

બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર ફાસ્ટ ટેગની લાઈનોમાં લાંબી કતારો જામતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર ફાસ્ટ ટેગની લાઈનોમાં લાંબી કતારો જામતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.08

બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર ફાસ્ટ ટેગની લાઈનોમાં લાંબી કતારો જામી

દે.બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર અનલોક 1 માં ખુલતાની સાથે તથા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની મંજૂરી મળવાની સાથે નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર રાબેતા મુજબ ધમધમતા ભથવાડા ટોલ નાકા પર લાંબી કતારો જોવા મળી હતી. તથા ફાસ્ટ ટેગ માં પણ લાંબી લાઈનો લાગતા રોજિંદા અપડાઉન કરતા વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવતો હોય છે. જો સરકાર દ્વારા ફાસ્ટ ટેગમાં ફટાફટ ગાડીઓ નીકળી જતી હોય તો ગાડીઓ વાળાને વધારે વાર ઊભા રહેવું ના પડે અને ગાડીઓ ઉતાવળથી નીકળી જાય પણ ભટવાડા ટોલ નાકા પર ફાસ્ટ ટેગની 3 લાઈન નો હોવા છતાં ત્યાં પણ લાંબી લાઈનો લાગતા અપડાઉન કરવાવાળા તથા ફટાફટ જવા વાળાને આ ફાસ્ટ ટેગ હોય તો પણ તેને લાઈનમાં ઊભા રહીને તેમને પણ મોડુ થતું હોય છે.જો ભટવાડા ટોલનાકાના અધિકારીઓ દ્વારા આ ગાડીઓની લાઈન ના લાગે અને ફટાફટ ગાડીઓ નીકળી જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ગાડી વાળાને હેરાનગતિનો સામનો ન કરવો પડે તથા સરકાર ફાસ્ટ ટ્રેક પર વધારે ભાર મૂકે છે.પણ ફાસ્ટ ટેગમાં પણ રોકડા પૈસા આપીને જવા વાળા જેવી લાઈનો થઈ જતી હોય છે.તો પછી ફાસ્ટ ટેગ અને રોકડા પૈસા આપવા વાળામાં શો ફરક જણાય આના માટે ટોલનાકા દ્વારા ટોલનાકાના અધિકારીઓ દ્વારા ફાસ્ટ ટેગની ફટાફટ ગાડીઓ નીકળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એ ગાડી વાળી લોકમાંગ છે.

error: Content is protected !!