Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:રાબડાલ પેટ્રોલ પંપ પર સીએનજી ગેસ ભરેલી મિની ટ્રકમાંથી ગેસ ગળતર થતાં લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા:દાહોદ રૂરલ પોલિસ મથકના પીએસઆઈની સતર્કતાના લીધે મોટી હોનારત ટળી

દાહોદ:રાબડાલ પેટ્રોલ પંપ પર સીએનજી ગેસ ભરેલી મિની ટ્રકમાંથી ગેસ ગળતર થતાં લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા:દાહોદ રૂરલ પોલિસ મથકના પીએસઆઈની સતર્કતાના લીધે મોટી હોનારત ટળી

 દીપેશ દોશી/જીગ્નેશ બારીયા @ દાહોદ  

દાહોદ તા.7

દાહોદ તાલુકાના રાબડાળ ગામે આવેલ પેટ્રોલ પંપ ખાતે સીએનજી ગેસ ભરેલ મિની ટ્રકમાં આજરોજ સાંજના વાલ લીકેજ થતા તેમાંથી ગેસ ગળતર ચાલુ થઇ જતા દાહોદ રૂરલ પોલિસ મથકના પીએસઆઈની સતર્કતાના લીધે મોટી હોનારત બનતા બચી જવા પામી હતી.

મળતી માહિતીઓ પ્રમાણે દાહોદ તાલુકાના રાબડાલ પોલિસ મથકથી અડીને આવેલા પેટ્રોલપંપ પર સીએનજી ગેસ ભરેલી ગાડીમાં ફિટ karela સિલિન્ડરના વાલ્વ લીકેજ થતાં ગેસ ગળતર ચાલુ થઇ જવા પામ્યું હતું.તે સમયે પેટ્રોલપંપના કર્મચારીઓએ તાબડતોડ બાજુમાં આવેલા રૂરલ પોલિસ મથકે જાણ કરતા દાહોદ રૂરલ પોલીસ મથકના પી.એસ.આઇ અનિરુદ્ધ સિંહ પરમાર સહિતના સ્ટાફ તાબડતોડ પેટ્રોલ પર ધસી આવ્યો હતો અને તે સમયે સંજોગો પારખી ગયેલા પીએસઆઇ અનિરુદ્ધસિંહ પરમારે લોકોની સાવચેતી તેમજ સલામતીના ભાગરૂપે સતર્કતા વાપરી ગેસ ગળતર થઈ રહેલા મીની ટ્રક ને બાઈક પર પાઈલોટિંગ કરી નિર્જન જગ્યાએ લઈ જઈ ગેસ ગળતર થઇ રહેલા વાલ્વને રીપેર કરાવી ગેસ ગળતર બંધ થઇ જતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ સ્થળે આગનો એક બનાવ બનવા પામ્યો હતો જેમાં બે ત્રણ લોકો દાઝી જવા પામ્યા હતા પરંતુ આજની ઘટનામાં પોલીસ મથકના પીએસ આઈની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી.

error: Content is protected !!