Thursday, 18/04/2024
Dark Mode

લોકડાઉનની સ્થિતિ: રોજ કમાઈને પેટિયું રળતા લોકોની હાલત કફોડી:હેર સલૂન અને બ્યુટી પાર્લરની દુકાન ચલાવતા કારીગરોએ છૂટછાટ કે રાહત પેકેજની માંગણી કરી

લોકડાઉનની સ્થિતિ: રોજ કમાઈને પેટિયું રળતા લોકોની હાલત કફોડી:હેર સલૂન અને બ્યુટી પાર્લરની દુકાન ચલાવતા કારીગરોએ છૂટછાટ કે રાહત પેકેજની માંગણી કરી

જીગ્નેશ બારીયા @ દાહોદ 

લીમખેડામાં હેર સલૂન અને બ્યુટી પાર્લરની દુકાન ચલાવતા કારીગરો એ પોતાનો જીવનનિર્વાહ ચલાવવા માટે ધંધો રોજગાર ચાલુ કરવા મંજૂરી આપવા માટે અથવા તો પરિવારને માસિક રૂપિયા ૫ થી ૭ હજાર આપવામાં આવે તેવી માંગણી કરી આજે લીમખેડાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

દાહોદ જિલ્લામાં હાલમાં કોરોનાવાયરસ ના કેસોમાં પણ દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે.તેવા સમયે જિલ્લા કલેકટર દ્વારા પણ ત્રીજા તબક્કાના લોકડાઉનની અમલવારી માટે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સવારના ૭ થી ૧૨ કલાક સુધી ખુલ્લી રાખવા જણાવાયું હતું જ્યારે બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો નક્કી કરેલા દિવસોમાં બપોરના ૧ થી ૫ વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે જણાવ્યું હતું.આ જાહેરનામામાં બ્યુટી પાર્લર અને હેર સલૂન ની દુકાનો ને સંપૂર્ણ પણે બંધ રાખી લોકડાઉનનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.તેથી રોજ કમાઈને ખાનાર આ ગરીબ પરિવારોને આવકનું સાધન ન હોવાથી તેઓ જીવનનિર્વાહ ચલાવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેવા સંજોગોમાં આ લોક ડાઉન દરમિયાન સરકાર તરફથી તેઓને પણ જીવનનિર્વાહ ચલાવવા માટે કોઇ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરી છે તેઓએ પોતાના ધંધા-રોજગાર માટે આંશિક છૂટછાટ આપવામાં આવે અથવા તો માસિક રૂપિયા ૫ થી સાત હજારનું રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ સાથે આ તમામ કારીગરો દ્વારા લીમખેડાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!