Saturday, 24/07/2021
Dark Mode

દાહોદમાં અત્યાર સુધી કુલ 1420 સેમ્પલો પૈકી 1361 ના રિપોર્ટ નેગેટીવ: 41 ના રિપોર્ટ પેન્ડિગ:જિલ્લામાં કુલ 14 કેસો એક્ટિવ

દાહોદમાં અત્યાર સુધી કુલ 1420 સેમ્પલો પૈકી 1361 ના રિપોર્ટ નેગેટીવ: 41 ના રિપોર્ટ પેન્ડિગ:જિલ્લામાં કુલ 14 કેસો એક્ટિવ

દાહોદ તા.૧૦
દાહોદમાં અત્યાર સુધી કુલ ૧૪૨૦ લોકોને સરકારી ક્વોરેન્ટાઈન તેમજ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે જે પૈકી ૧૩૬૧ લોકોના કોરોના રિપોર્ટાે નેગેટીવ પણ આવ્યા છે જ્યારે ૪૧ લોકોના કોરોના રિપોર્ટ હાલ પેન્ડીંગ છે.

દાહોદમાં અત્યાર સુધી કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૧૮ સુધી પહોંચવા પામી છે જે પૈકી ૪ લોકોએ કોરોના સામે જીત પણ મેળવી છે. હાલ એક્ટીવ કેસમાં ૧૪ કેસોની સંખ્યા છે. દાહોદ જિલ્લાના જુદા જુદા સરકારી ક્વોરેન્ટાઈન તેમજ હોમ ક્વોરેન્ટાઈનમાં ૧૪૨૦ લોકોને રાખવામાં આવ્યા છે. આ પૈકી ૧૩૬૧ લોકો કોરોના રિપોર્ટાે નેગેટીવ આવતા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્રએ હાશકારો પણ અનુભવ્યો છે ત્યારે બાકી બચેલા ૪૧ રિપોર્ટાે હાલ પેન્ડીંગ છે અને તેના રિપોર્ટાે આવવાના બાકી છે. બાકી બચેલા આ રિપોર્ટાે પર સૌ કોઈની નજરો મીંડાયેલી છે ત્યારે બીજી કરફ આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા દિવસ રાત એક કરી કામગીરીમાં જાતરાયા છે. શહેરી વિસ્તારથી લઈ દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા તપાસ કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી રહી છે. લોકડાઉન દરમ્યાન ઘરમાં રહી સુરક્ષિત રહેવાના સંદેશાઓ સાથે અફવાઓથી દુર રહેવા પણ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે.

error: Content is protected !!