Saturday, 20/04/2024
Dark Mode

 સંજેલી તાલુકાના મોલી ગામના  ગુમ થયેલ પ્રેમીપંખીડાને શોધવામાં પોલીસને  મળી સફળતા

દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ

 સંજેલી તાલુકાના મોલી ગામના  ગુમ થયેલ પ્રેમીપંખીડાને સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ખાતેથી મળી આવ્યા 

સંજેલી તા.21

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા મોલી વિસ્તારમાં થોડા દિવસો પહેલા બે પ્રેમી પંખીડાઓને અમુક લોકો દ્વારા મારતો વીડિયો વાયરલ થયો હતો . વાયરલ વીડિયોમાં કેટલાક લોકોનું ટોળું મહિલાને તેના પ્રેમીના ખભા પર બેસાડીને ગામમાં ફરવામાં આવ્યો હતો .આ ઘટનાનો વીડિયો સંજેલી તાલુકા સહિત જિલ્લામાં વાયરલ થતા ખળભળાટ મચી ગઈ હતી . આ ઘટનાની જાણ પોલીસ તંત્રને થતાં જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પોલીસ પણ એક્શનમાં આવી     હતી .અને ઉંડાણપૂર્વક તપાસ નો દોર શરુ કરાયો હતો.પોલીસે વાયરલ વીડિયોના આધારે ગુનેગારોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા . વીડિયોના આધારે તપાસ કરતાં દશેક જેટલા ગુનેગારોને પકડવામાં પોલીસને સફળતા મળી હતી .આ ગુનેગારને સંજેલી પોલીસ દ્વારા પકડી નામદાર કોર્ટમાં રજુ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા .રિમાન્ડ પૂર્ણ થયા બાદ પકડાયેલ આરોપીઓને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા .તેમજ ઉપરોક્ત ચકચારી ઘટનામાં સામેલ અન્ય ગુનેગારોને પકડવા માટેની પોલીસે સધન કાર્યવાહી હાથ ધરી હતી .અને બીજી તરફ અત્યાચારનો ભોગ બનેલ પ્રેમીપંખીડા ઘટના બાદ અચાનક ગાયબ થઈ જતા અનેક શંકા કુશંકાઓની વચ્ચે પોલીસ તપાસ સામે લોકોમાં રોષ ફેલાયો હતો જોકે પોલીસે ગુમ થયેલ પ્રેમીપંખીડાની શોધખોળ માટે ટેક્નિકલ સોર્સીસ અને આધુનિક પદ્ધતિ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સંજેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.એસ. ઇસરાણી અને તેમની ટીમ દ્વારા આ મોલી ગામના પ્રેમીપંખીડાની સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ખાતેથી શોધી કઢવામા સફળતા મળી આવતા આ બંને પ્રેમી પંખીડાઓને સંજેલી પોલીસ મથકે લાવી ઘટના બાદ કેમ ભાગી ગયા હતા. આટલા દિવસ કોને ત્યાં કેવી રીતે રોકાયા તે દિશામાં પૂછપરછ હાથ ધરી હતી.પોલીસ પુછપરછમાં બંનેએ સમગ્ર પ્રકરણ બાબતે હકીકત વર્ણવતા બતાવ્યું હતું કે ઘટના બાદ અમો અમારો જીવ બચાવવાં ભૂખ્યા તરસયા ડુંગરા ખાતે બે દિવસ રોકાયા હતા બાદમાં ચાલતા ચાલતા અમો રોડ પર આવી દાહોદ પહોંચી ગયા હતા ત્યારબાદ દાહોદથી બસ મારફતે અમદાવાદ અને ત્યારબાદ સુરેન્દ્રનગરના હળવદ ખાતે અગાઉ મજૂરી કામ કરતા હોઈ ત્યાં જતા રહ્યા હતા તેવી કેફિયત રજુ કરી હતી જોકે ઘટના દરમિયાન મહિલાને ડાબા હાથ ઉપર આ ગુનેગારો દ્વારા મહિલાનો હાથ પણ ભાંગી નાખવામાં આવ્યો હતો અને ગડદાપાટુનો માર પણ મારવામાં આવ્યો હતો .તેવી ચોંકાવનારી વાત પણ પોલીસને જાણવા મળી હતી .સંજેલી પોલીસે મહિલાની સારવાર કરાવી જરૂરી કાગળિયા કરી તેમને પાછા મોકલી.ઘટનામાં સામેલ અન્ય ગુનેગારોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે …

error: Content is protected !!