Saturday, 27/07/2024
Dark Mode

દાહોદમાં વરસાદે વિરામ લેતાં સાફ સફાઈ અભિયાન શરૂ

September 14, 2019
દાહોદમાં વરસાદે વિરામ લેતાં સાફ સફાઈ અભિયાન શરૂ

દાહોદ તા.૧૪
દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં આઠ ઈંચ વરસાદના પગલે ઠેર ઠેર પુર જેવી Âસ્થતીએ રૂપ લીધુ હતુ. ઘરો,સરકારી કચેરીઓ, સોસાયટીઓ,નીચાળવાળા વિસ્તારો, છુપડપટ્ટીઓ, જાહેર રસ્તાઓ વિગેરે જેવા સ્થળો વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા ગતરોજથી જ રેસ્ક્યુ કામગીરીમાં જાતરાય જઈ પ્રજાને સુવિધા પુરી પાડવામાં લાગી ગઈ હતી ત્યારે આજરોજ મેઘરાજાએ વિરામ લેતા તંત્ર દ્વારા અસરગ્રસ્ત સોસાયટીઓ, ઝુપડ પટ્ટીઓ, ગલી મહોલ્લા વિગેરે જેવા સ્થળોએ સાફ સફાઈ હાથ ધરી રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખી ફોંગીગની કામગીરી પણ હાથ ધરી હતી.
દાહોદના ઈતિહાસમાં લગભગ પ્રથમ વખત આઠ કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોય તેવું આ પ્રથમ ચોમાસુ હોય તેમ લાગી રહ્યુ છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાના તાંડવના પગલે દાહોદ શહેરમાં ઠેર ઠેર પુર જેવી Âસ્થતી સર્જાવા પામી હતી. દાહોદનો કોઈ એવો વિસ્તાર બાકી ન રહ્યો હોય જેમાં વરસાદી પાણી ભરાયા ના હોય. વરસાદી પાણી ભરાઈ જવાથી દાહોદની પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. ગઈકાલના વરસાદના પગલે આજે મેઘરાજાએ વિરામ લેતા તંત્ર કામે લાગી ગયુ છે. અસરગ્રસ્ત સોસાયટીઓ,નીચાળવાળા વિસ્તારો, ઝુપડપટ્ટીઓ, ગલી મહોલ્લા જેવા વિસ્તારોમાં આજરોજ વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા દ્વારા સાફ સફાઈનું ધ્યાન રાખી સાફ સફાઈ કરવામાં આવી હતી. કચરો, ગંદકીને સાફ કરી વિસ્તારો સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આની સાથે સાથે રોગચાળો ન ફેલાય તેની તકેદારી પણ રાખી ફોગીંગ પણ કરવામાં આવી રહ્યુ છે. દાહોદ જિલ્લા સમાહર્તા દ્વારા ગતરોજ દાહોદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યુ હતુ. જેને અનુસંધાને વધુ અસગ્રસ્ત વિસ્તાર એવો ફખરી સોસાયટી જ્યા વરસાદી પાણી ઘર સુધી ઘુસી ગયા હતા આ વિસ્તારમાં સાફ સફાઈ તેમજ ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.

error: Content is protected !!