Sunday, 25/02/2024
Dark Mode

ઝાલોદના રાજકારણને સમજવામાં ભલભલા રાજકીય પંડિતોના સમીકરણો ઉંધા પડ્યા.

November 3, 2022
        947
ઝાલોદના રાજકારણને સમજવામાં ભલભલા રાજકીય પંડિતોના સમીકરણો ઉંધા પડ્યા.

સુમિત વણઝારા, દાહોદ 

 

ઝાલોદના રાજકારણને સમજવામાં ભલભલા રાજકીય પંડિતોના સમીકરણો ઉંધા પડ્યા.

 

ભાજપની હાર પાછળ સ્થાનિક સંગઠનમાં ચાલતો આંતરિક જુથવાદ પણ જવાબદાર…? 

 

ઝાલોદમાં ભાજપની કારમી હાર અંગે હાઈ-કમાન્ડનું વિશ્લેષણ મથામણ તરફ નજર

 

તમામ નેતાઓ, કાર્યકર્તાઓ સંગઠન ચહલ પહલ પર બાજ નજર 

 

દાહોદ તા.04

 

ઝાલોદનો મતદાર એટલો પણ ભોળો નથી કે તેઓ સ્થાનિક મુદ્દાઓમાં ફરક કરી શકે. ઝાલોદવાસીઓ એ પાણી, વિજળી, શિક્ષણ અને ચિકિત્સા જેવા મુદ્દાને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે આ મુદ્દાઓની ભાજપ ની આપસાહી દેખાઇ તેમાં પણ ભાજપનાં તાલુકા જીલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા હંમેશા મુદ્દાઓની અવગણના કરવામા આવી છે.ત્યારે ઝાલોદ વિધાનસભા મત વિસ્તારમાં હંમેશા હારવાના મુખ્ય કારણ સ્થાનિક સંગઠનમાં આપસી તાલમેળનો અભાવ કૉંગ્રેસ માટે પ્લસ પોઈન્ટ રહ્યો છે.ભાજપના સંકલ્પ પત્રમાં કેટલાક લોકલોભના વચન હતા, જે ગત વિધાનસભા ચૂંટણીમાં કોઈ જ અસર કરી નથી અત્યાર સુધી મતોની ગણતરીથી એ સ્પષ્ટ થાય છે કે કોંગ્રસે આ ચૂંટણીમાં મહત્વનો ભાગ લઇને સફળ થઈ ત્યારે ભાજપની ના કોઈ રણનીતિ અને ના કોઈ નેતા. એક સમયે સતત ત્રણ વખત સત્તા પર કબજો કરનારી પાર્ટી સમગ્ર રીતે ઝાલોદ વિધાનસભા ધ્વસ્ત થઇ ગઇ છે.સ્થિતિ તો એ છે કે પાર્ટી છેલ્લી વિધાનસભા ચૂંટણીની તુલનામાં પણ ઓછા મત મળતા દેખાઇ રહ્યા છે. તેવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે આનો ફાયકો કોને થયો? 2017 ભાજપના મત તો વધ્યા છે પરંતુ કેટલીક બેઠકો પર ભાજપના નબળા આંતરિક વિખવાદ પ્રદર્શને આમ આદમી પાર્ટીનો ઝાલોદનો રસ્તો સરળ બનાવવામાં સંકેત જોવા મળી રહ્યો છે.

 

ભાજપે ઉમેદવારીની પસંદગીમાં જરૂરીયાતથી વધુ મોડું કર્યું. ત્યાં સુધી કે સ્થાનિક નેતાઓનો આરોપ છે કે પાર્ટીએ ઝાલોદમાં પર નવા પાર્ટી જોઈન કરતા ઉમેદવાર બનાવી નાખ્યા. ભાજપના ચૂંટણી પ્રચારને જોઇએ તો પાર્ટીમાં સ્થાનિક નેતાઓ સંખ્યા એટલી વધુ રહી કે કેટલાક વખત સ્થાનિક નેતાઓ પોતાને અવગણાયેલ અનુભવવા લાગ્યા જેના કારણે 2012 અને બાદ 2017 માં ભાજપને કારમી હાર નો સામનો કરવો પડ્યો હતો.બીજેપી દ્વારા વિધાનસભા 2012 ના ઉમદેવાર ભાવસિંગ ડી વાઘેલાએ 239 બુથમાં કારમી હારનો સામનો કરવો પડયો હતો. જેના પગલે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મિતેષ ગરાસિયા 40,077 મતથી આગળ રહ્યા હતા. જયારે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં મહેશ ભુરીયા ને 274 બૂથમાં કારમી હારનો સામનો કરવો પડયો હતો. જેના પગલે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર 40,604 મત થી આગળ રહ્યા હતા.જોકે ભાજપની ચૂંટણીમાં થયેલ હારમાં હાઈવે કોરિડોર ખેડૂતોના અસંતોષના મુખ્ય કારણો ગણાવાયા છે. પરંતુ તે ઉપરાંત ભાજપનો આંતરિક જુથવાદ પણ કારણભુત હોવાનું મોટું કારણ હોવાના ફીડબેક હાઈ કમાન્ડને મળ્યા હતાં, તેના સંદર્ભે ફરીથી વિશ્લેષણ કરાઈ રહ્યુ છે.ભાજપ વચ્ચે સંકલનના કથિત અભાવ અને મોટા કદના નેતાઓમાં થયેલી ખેંચતાણ અંગે પણ સમીક્ષા કરશે.ભાજપે ડેમેજ કંટ્રોલ માટે ઘણા જુના નેતાઓને મેદાનમાં ઉતારવા છતાં હજુ પણ અસંતોષનો ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે,વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ પહેલેથી અગ્રેસર રહીને ઝાલોદ બેઠક માં પોતાનો કોંગ્રેસનો ગઢ સાચવી રાખ્યો છે. ત્યારે ઝાલોદ વિધાનસભામાં કેવા સમીકરણો રચાય છે. તે તો આવનારો સમય જ બતાવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!