બાબુ સોલંકી, સુખસર
ઝાલોદ તાલુકાના ઘાસિયા નજીક હાઇવે માર્ગ ઉપર મોટરસાયકલ-ઇક્કો ગાડી વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત બે ઇજાગ્રસ્ત.
સુખસરના વતની ઇકકોગાડી ચાલકનું મોત જ્યારે પત્ની તથા પુત્રીને ઇજાઓ જ્યારે કાળી ગામના મોટરસાયકલ ચાલક ભાઈ સહિત હાંડી ગામે રહેતી બહેનનું મોત.
સુખસર પંચાલ સમાજના મરણ જનાર ઇકકો ચાલકના ઇજાગ્રસ્ત પત્ની દાહોદ ખાતે સારવાર હેઠળ જ્યારે પુત્રીને માથામાં સામાન્ય ઇજા થતા સારવાર બાદ રજા અપાઇ.
સુખસર,તા.30
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રહેતા માલિકની ઈકકો ગાડી તથા કાળીગામના વતનીના કબજાની મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા સુખસરના પંચાલ સમાજના વ્યક્તિનું સારવાર મળે તે પહેલાજ મોત નીપજવા પામેલ હોવાનું જ્યારે મોટરસાયકલ સવાર ભાઈ-બહેનનું ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરના પ્રજાપતિ ફળિયા ખાતે રહેતા પ્રભાકરભાઈ ઉર્ફે લાલાભાઇ ગણપતભાઈ પંચાલ ઉંમર વર્ષ 48 નાઓ પત્ની ધર્મિષ્ઠાબેન તથા પુત્રી ધ્રુવીબેન નાઓ શનિવારના રોજ દાહોદ ખાતે કામ અર્થે ગયેલા હતા અને સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાની ઈકકો ગાડીમાં દાહોદ થી પરત ઘરે આવવા દાહોદ ઝાલોદ હાઇવે માર્ગ ઉપર આવી રહ્યા હતા.તેવા સમયે ઘાસિયા ગામ નજીક મોટરસાયકલ ચાલક નિતેશભાઇ સમુભાઇ બિલવાલ ઉંમર વર્ષ 22 ના ઓએ સામેથી પૂરપાટ દોડી આવતી ટ્રકથી બચવા પોતાના કબજાની મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા ઇકકો ગાડી સાથે ટક્કર વાગી હતી.જેમાં જોશ ભેર ટકરાયેલા મોટર સાયકલ ઇકકો ગાડી વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલક નિતેશભાઇ સમુભાઇ બિલવાલ તથા મોટર સાયકલ સવાર બહેન અનિલાબેન નરસીગભાઈ ચુનિયાભાઈ ડીંડોર ઉંમર વર્ષ 28 રહે.હાંડી નાઓ મોટરસાયકલ ઉપરથી જોષભેર નીચે પડતા માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા આ બંને ભાઈ-બહેનના ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યા મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત પ્રભાકરભાઈ પંચાલને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે સારવાર અર્થે લઈ જતા ફરજ ઉપરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે પ્રભાકર ભાઈના પત્ની ધર્મિષ્ઠાબેનને હાથે ખભા ઉપર તથા પાંસળીઓ ઉપર ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.અને જેઓ હાલ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે પુત્રી ધ્રુવીબેનને માથામાં સામાન્ય ઇજા પહોંચતા સારવાર બાદ રજા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.સુખસરના પંચાલ સમાજના યુવાનનું મોત થતા સોના-ચાંદીનો ધંધો કરતા વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળી અંતિમયાત્રામાં જોડાયા હતા.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ નિતેશભાઇ બિલવાલ તથા બહેન અનિલાબેન ડીંડોરનું લીમડી સરકારી દવાખાનામાં જ્યારે પ્રભાકર ભાઈ પંચાલનું દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમબાદ લાશના કબજા તેમના વાલી વારાશોને સોંપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે