
સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના વરોડમાં શ્રાવણીયા જુગાર ધામ પર પોલીસની એન્ટ્રી : છ શકુનીઓ પોલીસની ગિરફ્તમાં..
પોલીસે જુગારીયાઓ પાસેથી મોબાઈલ ફોન રોકડ રકમ મળી 25 હજાર ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો..
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે શ્રાવણીયો જુગાર રમતાં ૬ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી રોકડા રૂપીયા ૧૧,૨૬૦ તેમજ ૪ નંગ. મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૫,૨૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ વરોડ ગામે દમેળા ફળિયામાં રમાતા જુગાર ધામ પર પોલીસને મળેલ મળેલ બાતમીના આધારે ઓચિંતો છાપો મારતાં જુગાર રમી રહેલા અજયભાઈ સોમસિંહભાઈ અડ, સતિષભાઈ વાલસીંગભાઈ ડામોર, નિતેષભાઈ સુરપાળભાઈ તુવર, ધર્મેશભાઈ ઈશ્વરભાઈ ડાંગી, સાગરભાઈ શૈલેષ ઉર્ફે ડાંગી અને અમિતભાઈ દસુભાઈ ડાંગીનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૧,૨૬૦ તેમજ ૪ નંગ. મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૫,૨૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ૬ જુગારીઓ વિરૂધ્ધ લીમડી પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.