
સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના સંતરામપુર રોડ પર ખાનગી લક્ઝરી બસ સ્ટેન્ડ એસટી બસ વચ્ચે અકસ્માત:17 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત..
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સંતરામપુર રોડ પર આવેલ વેલપુરા ગામે એક ખાનગી લક્ઝરી બસ તેમજ એસ.ટી બસ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ૧૭થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનો જાણવા મળે છે. અકસ્માતના બનાવમાં થયેલા મુસાફરોને ૧૦૮ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે હાઈવે પર વિઠ્ઠલ સંતરામપુર રૂટની એસટી બસ તેમજ રાજકોટથી પિટોલ તરફ જતી ખાનગી લક્ઝરી બસ સામ – સામે જાેશભેર અથડાતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ખાનગી બસ એસટી બસમાં મુસાફરી કરી રહેલા ૧૭થી વધુ મુસાફરો તેમજ બંન્ને બસોના ચાલકોને શરીરે ઈજાઓ થવા પામી હતી. વહેલી સવારે બંને બસો જાેસભેર અથડાતા સ્થાનિક દોડી આવ્યા હતા. મુસાફરીની ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યું હતું. ઘટનાને પગલે સ્થાનીક લોકો પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં જાેકે માર્ગ અકસ્માતના બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ બનવા પામી હતી જાેકે અકસ્માત બાદ ભેગા થયેલા સ્થાનિકોએ ઘટનાની જાણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાએ રાહત અને બચાવ આ પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને ૧૦૮ ભારતે દાહોદ ઝાયડસ હોસ્પિટલ કે મોકલ્યો હતો.