
બાબુ સોલંકી :- સુખસર
મધ્યગુજરાત રોહિત સમાજના તેજસ્વી તારલાઓનું પંચમહાલના મોરવા(રેણા)ખાતે સન્માન કરવામાં આવ્યું.
સન્માન કાર્યક્રમમાં રોહિત સમાજના 251 તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.
( પ્રતિનિધિ ) સુખસર,તા.18
તારીખ ૧૭.૧૦.૨૦૨૧ વિના રોજ પંચમહાલ મોરવા (રેણા) ખાતે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ-ખેડા, વડોદરા તેમજ અન્ય જિલ્લાઓના જુદા-જુદા તાલુકાના રોહિત સમાજના 251 તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.
જેમાં મેડિકલની પદવી મેળવેલા, ઇજનેરની પદવી મેળવેલા,ધોરણ-10 અને 12ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન સમતા ફાઉન્ડેશન અને સદગુરુ સેવા મંડળ મોરવાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.મુખ્ય આયોજક સુરેશભાઈ વકીલ,વિનોદભાઈ ચૌહાણ,નીલેશભાઈ મકવાણા,મુકેશભાઈ મોરવા,પંકજ ભાઈ મોરવાનાઓ હાજર રહ્યા હતા હતા.
આ પ્રસંગે 636 રોહિત સમાજના પ્રમુખ શ્રી નરસિંહભાઈ રોહિત,નાયબ નિયામક શ્રી વિનોદભાઈ રોહિત,નાયબ મામલતદાર મનોજકુમાર મિશ્રા,શ્રી ડાહ્યાભાઈ મકવાણા,શ્રી ભાનું ભાઈ સોલંકી ,પૂર્વ અધિક કલેક્ટર શ્રી આર.કે.રાઠોડ સાહેબ અને નામી અનામી અસંખ્ય રોહિત સમાજ બંધુઓ હાજર રહ્યા હતા.
મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમને અનુસંધાને પ્રાસંગિક પ્રવચન માં શિક્ષણ પર જોર દેવા અને સમાજ ને આગળ લઈ જવા માટે આહવાન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ વિનુંબામણીયા અને પ્રવીણભાઈ ખાંટ દ્વારા કરવામાં આવ્યું હતું.