
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાની સગીરા સાથે સુખસરના યુવાન દ્વારા બળાત્કાર ગુજરી ગર્ભવતી બનાવતા સગીરાના પિતા દ્વારા ફરિયાદ.
સગીરાના માતા-પિતા ગાંધીનગર ખાતે મજુરી કામે ગયા બાદ સુખસરના અનિલભાઈ નામના યુવાને સગીરાનો ગેરલાભ ઉઠાવ્યો હતો.
સુખસરના યુવાન દ્વારા 13 વર્ષ 7માસની સગીરાને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારાયો હતો.
ગર્ભવતી બનેલી સગીરાની કૂખે દવાખાનામાં મૃત બાળકનો જન્મ: સગીરા સારવાર હેઠળ.
સગીરાના પિતાએ સુખસર પોલીસમા ફરિયાદ આપતા બળાત્કારી યુવાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા.
( પ્રતિનિધિ ) સુખસર,તા.26
દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સમયાંતરે સગીરાઓ તથા મહિલાઓના અપહરણના કિસ્સા વધતા જઈ રહ્યા છે.તેમાં મોટાભાગના કિસ્સા સગીર વય ધરાવતી કિશોરીઓના બની રહ્યા છે.અને સગીર કિશોરીનું અપહરણ કે બળાત્કાર થયા બાદ ગુનો દાખલ થયા પછી આ ગુનામાં સંડોવાયેલા આરોપીને કાયદો પણ કડક હાથે કામ લે છે તે બાબત જગજાહેર હોવા છતાં કેટલાક નરાધમો આવા કૃત્યો કરતા અચકાતા નથી.અને તેવોજ બનાવ ફતેપુરા તાલુકાના એક ગામડાની 13 વર્ષ 7 માસની સગીરાનો ગેરલાભ ઉઠાવી સુખસરના યુવાને સગીરાને ગર્ભવતી બનાવી આ વાત કોઈને કરશે તો સગીરા સહિત તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કારી યુવાન ફરાર થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના એક ગામની 13 વર્ષ 7 માસની સગીરાને ગત મે માસ દરમિયાન દાદી પાસે મૂકી માતા-પિતા ગાંધીનગર ખાતે મજુરી કામે ગયેલા હતા.તે દરમિયાન સગીરા સુખસર ગામમાં ઘર સામાન લેવા આવતા સુખસરના અનિલભાઈ નામના યુવાને પરિચય કેળવ્યો હતો.ત્યારબાદ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પત્ની તરીકે રાખવા સારું સગીરાના ઘરેથી કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી સુખસર ખારી નદીના એરીગેશન બાજુ લઈ જઈને શરીરસુખ માણી તેમજ અલગ-અલગ દિવસે ત્રણવાર સગીરા સાથે શરીરસુખ માણી પેટમાં બાળક રાખી આ બાબતે કોઈને કહીશ તો સગીરાને તથા તેના પરિવારના લોકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કારી યુવાન ફરાર થઈ ગયો હતો.
ગત મે માસ દરમિયાન સગીરાના માતા-પિતા ગાંધીનગર ખાતે મજુરી કામે ગયેલા હતા.જ્યારે ચારેક દિવસ આગાઉ સગીરાના પરિવારના એક વ્યક્તિએ સગીરાના માતા-પિતાને મોબાઈલથી જણાવેલ કે,સગીરાને તાવ-માથાની તકલીફ છે.તેવું જાણતા સગીરાના પિતા ત24/09/2021 ના રોજ ઘરે આવેલા.અને સગીરાના પિતાએ સગીરાને પૂછતાં પેટમાં દુ:ખાવો થતો હોવાનું જણાવેલ.જેથી સગીરાને સંતરામપુર ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કરતા સગીરાના પેટમાં બાળક હોવાનું જણાવેલ.ત્યારબાદ આ કૃત્ય બાબતે સગીરાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા સુખસરના અનિલ નામના ઈસમે બળાત્કાર ગુજાર્યો હોવાની કેફિયત સગીરાએ જણાવી હતી.ત્યારબાદ સંતરામપુર ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા સગીરાને ગોધરા હોસ્પિટલમાં લઇ જવાનું જણાવતા ગોધરા લઈ જવામાં આવી હતી.જ્યાં સગીરાની કૂખે મૃત બાળકનો જન્મ થયો હતો.હાલ સગીરા ગોધરા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે. જ્યારે મૃત બાળકને હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે,આ કિસ્સામાં આરોપી તરીકે અનિલભાઈ નામના યુવાન સામે અપહરણ, બળાત્કાર તથા પોક્સો એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ આ આરોપીના પિતાનું નામ તથા જાતિ બાબત સહિત આ આરોપી સુખસરના કયા ઠેકાણા ઉપર રહે છે તેની સગીરાને જાણ નથી.પરંતુ સગીરા આ નરાધમ ને નજરે જોતા ઓળખી શકે તેવો એફ.આઇ.આર.માં ઉલ્લેખ કરવામાં આવેલ છે.આમ કેટલાક રખડું લોકો સગીરાઓને લોભ લાલચ આપી ફસાવી જિંદગી બરબાદ કરી આપતા હોય છે.ત્યારે તેવા નરાધમોની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.