બાબુ સોલંકી :- સુખસર
સંજેલી ખાતે નિવૃત્ત કર્મચારી વાર્ષિક સાધારણ સભામાં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.
( પ્રતિનિધિ ) સુખસર,18
સંજેલી તાલુકા મથક ખાતે દાહોદ જિલ્લાના નિવૃત કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સરકાર દ્વારા મળતા લાભો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા,જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા,જેઓએ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.અને વડીલોના આશીર્વાદ લીધા હતા. ધારાસભ્ય રમેશભાઈ કટારાએ વડીલોના આશીર્વાદ માંગી જણાવ્યું હતું કે નિવૃત્ત થયા પછી અધિકારીઓએ પોતાના ગામમાં જઈ વતનમાં રહી પરિવાર અને સમાજની સેવા કરીને ગરીબ લોકોને શિક્ષિત કરવા માટેની પ્રેરણા આપવી જોઈએ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત કર્મચારીઓ,મહિલા મોરચાના આગેવાન રુચિતાબેન રાજ સહિત અન્ય નિવૃત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.