Thursday, 25/04/2024
Dark Mode

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે..ફતેપુરા તાલુકાના સુખસરમાં ફળ-ફળાદીના વેપારીને સસ્તી કાર લેવાનું મોંઘુ પડ્યું:ભેજાબાજે 32 હજાર રૂપિયા પડાવ્યા..

September 9, 2021
        1162
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે..ફતેપુરા તાલુકાના સુખસરમાં ફળ-ફળાદીના વેપારીને સસ્તી કાર લેવાનું મોંઘુ પડ્યું:ભેજાબાજે 32 હજાર રૂપિયા પડાવ્યા..

બાબુ સોલંકી :- સુખસર 

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે..ફતેપુરા તાલુકાના સુખસરમાં ફળ-ફળાદીના વેપારીને સસ્તી કાર લેવાનું મોંઘુ પડ્યું:ભેજાબાજે 32 હજાર રૂપિયા પડાવ્યા 

છેતરપિંડીનો શિકાર બનાવતી ટોળકીએ રૂપિયા. 32217/-ગુગલપે તથા ફોનપે ઉપર નંખાવ્યા બાદ વધુ રૂપિયા.21000/- ની માંગણી કરતા છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું યુવાનને ભાન થયું.

છેતરપિંડીનો ભોગ બનેલો યુવાન વધુ નાણાં નહીં મોકલે તો તેના આધારકાર્ડ,પાનકાર્ડ તથા ફોટાનો દુરુપયોગ કરવાની ગઠિયાઓ દ્વારા અપાતી ધમકી.

( પ્રતિનિધિ ) સુખસર,તા.09

ઇલેક્ટ્રોનિક માધ્યમો તથા સમાચાર પત્રો દ્વારા અવાર-નવાર વિવિધ તરકીબો અજમાવી છેતરપિંડી કરતી ટોળકીઓ બાબતે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં તેવી બાબતોને કેટલાક લોકો દ્વારા નહીં ગણકારી લાલચમાં આવી ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે.અને તેવોજ એક કિસ્સો ફતેપુરા તાલુકાના સુખસરમાં ફળફળાદીનો ધંધો કરી ગુજરાન ચલાવતા યુવાનને કહેવાતા સુરતના ગઠીયા દ્વારા સસ્તી કિંમતમાં કાર આપવાના બહાના હેઠળ 32 હજાર રૂપિયા ઉપરાંતની છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે છેતરપિંડીનો ભોગ બનેલા યુવાને સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ફળફળાદિનો છૂટક ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક વણઝારા જાતિના યુવાનને સસ્તી કિંમતમાં કાર લેવાના અભરખા મોંઘા પડ્યા છે.તેમા ફેસબુક ઉપર આપેલ જાહેરાત જોઈ 7.સપ્ટેમ્બર-2021 ના રોજ સુખસરના યુવાને કહેવાતા સુરતના વ્યક્તિને મોબાઈલ કરતા સામેથી જણાવેલ કે,હું સી.આઇ.એસ.એફ માં નોકરી કરું છું. અને મારે મારી માલિકીની શિફ્ટકાર વેચાણ કરવાની છે નું જણાવતા ફેસબુકમાં બતાવેલ કારની કિંમતની પૂછપરછ કરતા તેણે કારની કિંમત રૂપિયા 1,65000/- બતાવેલ.અને રકઝક બાદ તે કારની કિંમત.1,30000/- હજાર રૂપિયા નક્કી કરવામાં આવેલ.ત્યારબાદ સુખસરના યુવાનને સામેથી ફોન કરી જણાવેલ કે, આ ગાડી તમારા નામે કરીને અમો તમોને મોકલી આપીશું.તેની પ્રોસિજર ના રૂપિયા.5150/- અમારા આ નંબર ઉપર ગુગલપે અથવા ફોનપે દ્વારા મોકલી આપો.તેમ જણાવી નંબર આપતા સુખસરના યુવાને આ નાણાં ફોનપે દ્વારા મોકલી આપેલ. લોભમાં ફસાયેલા સુખસરના યુવાનને સામાવાળાએ જણાવેલ કે,તમારી ગાડી અહીંયાથી રવાના કરી દીધેલ છે. અને ગોધરા સુધી આવી ગયેલ છે.હવે તમો રૂપિયા.13507/-ફોનપે અથવા ગુગલપે ઉપર જણાવેલ નંબર ઉપર મોકલી આપો એટલે તમારું લોકેશન પકડાઈ રહેશે અને ગાડી તમારા સુધી પહોંચી જશે.તેમ જણાવી નાણાં નખાવ્યા હતા.અને લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે ઉક્તિનો સામાવાળા વ્યક્તિએ ભરપૂર લાભ ઉઠાવવા થોડીવાર પછી સામેથી ફોન કરી જણાવેલ કે, તમારી ગાડી લુણાવાડા આવી ગયેલ છે.અને તમો બીજા રૂપિયા.13560/- મોકલી આપોનું જણાવતા લોભને થોભ ન હોય તેમ સુખસરના યુવાને જણાવેલ મોબાઈલ નંબર ઉપર ફોનપે દ્વારા નાણા મોકલી આપેલ. આમ સુખસરના યુવાને કુલ રૂપિયા.32217/- મોકલી આપ્યા બાદ ગાડી તો આવી નહીં પરંતુ થોડીવારમાં સામેથી મોબાઈલ દ્વારા જણાવેલ કે,તમો હજી રૂપિયા.21000/-મોકલો તેમ જણાવતા સુખસરના યુવાનને શક જતાં આ નાણા નહી મોકલતા સામેના ઈસમ દ્વારા આડાઅવળા જવાબો આપવાના ચાલુ કરેલ અને ધમકી આપી જણાવેલ કે,તમો 21,000/- રૂપિયા નહીં મોકલોતો તમારું તથા તમારા પિતાનું આધારકાર્ડ,પાન કાર્ડ તથા તમારા ફોટાઓનો અમો કોઈપણ પ્રકારે દુરુપયોગ કરી તમોને ફસાવી દઈશું,અમોએ તમોને ફ્રોડ બનાવ્યા છે.ત્યારે તમારા સાથે અમો શું ન કરી શકીએ?તેવી ધમકી આપી તમો અમારા વિરુદ્ધ કાંઈ પણ કરશો નહીં તેમ જણાવી સુખસરના યુવાન સાથે ગાડી આપવાના બહાના હેઠળ છેતરપિંડી કરી,ગાળાગાળી કરી,ધાક ધમકી આપવાની ચાલુ કરતા છેતરપિંડીનો ભોગ બનેલા સુખસરના યુવાને પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!