
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના માધવા ગામે વીજળી પડતા 52 વર્ષીય આધેડનું મોત
મંગળવારે પડતા વરસાદમાં આઘેડ આંબા નીચે બાંધેલા પશુઓ છોડવા જતાં વીજળી પડતા મોત નીપજ્યું હતું.
ફતેપુરા તાલુકા તંત્ર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી મૃતકની લાશને ફતેપુરા સરકારી દવાખાના પી.એમ માટે મોકલાઇ.
( પ્રતિનિધિ ) સુખસર,તા.08
ફતેપુરા તાલુકાના માધવા ગામે મંગળવારના રોજ એક 52 વર્ષીય આગળ ઉપર વીજળી ત્રાટકતા ઘટનાસ્થળે જ મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામા માધવા ગામના ઉજાડિયા ફળિયામાં રહેતા ગરાસીયા રમેશભાઈ મતાભાઈ (ઉંમર વર્ષ 52) ખેતીવાડી દ્વારા ગુજરાન ચલાવતા હતા.જેઓ મંગળવાર 7 સપ્ટેમ્બર 2021 ના રોજ ચારેક વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ આવતા તેમના પશુઓ આંબા નીચે બાંધેલ હોય છોડવા માટે ગયા હતા. તેવા જ સમયે કડાકા સાથે તેમના ઉપર વીજળી ત્રાટકતા ઘટનાસ્થળે જ કમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.ઘરના મોભીનું અણધાર્યું અચાનક મોત નિપજતા પરિવારમાં રોકકળ મચી જવા પામી હતી.
ઉપરોક્ત બાબતે તાલુકા તંત્ર દ્વારા રૂબરૂ આવી સ્થળ તપાસ કરી,જવાબ પંચકેશ બાદ મૃતક રમેશભાઈ મતાભાઈ ગરાસીયાની લાશને પી.એમ માટે ફતેપુરા સરકારી દવાખાનામાં મોકલવામાં આવી હતી.લાશના પી.એમ બાદ લાશનો કબજો મૃતકના વાલીવારસોને સોંપી મૃતકના વારસદારોને સરકાર દ્વારા મળવાપાત્ર સહાય મળે તે બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.