
બાબુ સોલંકી :- સુખસર
સુખસર:કુલપતિ પ્રો.ડૉ.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઓનલાઇન સંસ્કૃત સપ્તાહોત્સવ સંપન્ન થયો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.06
ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર,સંસ્કૃતભારતી,મહીસાગર તેમજ માલવણ આર્ટ્સ કોલેજના સંયુક્તોપક્રમે તા.૧૯/૦૮/૨૦૨૧ થી ૨૫/૦૮/૨૦૨૧ સુધી આયોજિત ‘સંસ્કૃત સપ્તાહોત્સવ’નો સમાપન કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રો.ડૉ.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સંપન્ન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના સંયોજક ડૉ.નરેશ વણઝારાએ જણાવ્યું હતું કે, સંસ્કૃત સપ્તાહોત્સવમાં ત્રણ વ્યાખ્યાનો અને ત્રણ સંસ્કૃત સ્પર્ધાઓ યોજાઇ.જેમાં પ્રથમ વ્યાખ્યાનમાં વક્તા ડૉ.દિનેશભાઈ.આર.માછી, શહેરા કોલેજ અધ્યક્ષ-ડૉ.હિંમત ભાલોડીયા અને ડૉ.મહેશ મહેતા હતા. વિષય: સંસ્કૃત ભાષાનું સાહિત્યિક મહત્વ,બીજા વ્યાખ્યાનમાં વક્તા ડૉ.રવીન્દ્ર ખાંડવાલા એચ.કે.આર્ટ્સ કોલેજ,
અમદાવાદ વિષય: સંસ્કૃત ભાષામાં વિવિધ નામ સર્જન પ્રવિધિ.અધ્યક્ષ: ડો.રાજેશ વ્યાસ(અનુ.સંસ્કૃત વિભાગ. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ત્રીજા વ્યાખ્યાનમાં વક્તા-ડૉ.ભાવપ્રકાશ ગાંધી સરકારી આર્ટ્સ કોલેજ, ગાંધીનગર વિષય: ભારતસ્ય આત્મા સંસ્કૃતમ્,અધ્યક્ષ:ડૉ.યોગિનીબેન વ્યાસ ગાંધીનગર
પ્રથમ સ્પર્ધા: સંસ્કૃત ગીત સ્પર્ધા
અધ્યક્ષ:ડૉ.દિનેશભાઈ.પી.માછીબાલાસિનોર શ્રી ભદ્રકુમાર મોદી(મંત્રી, માલવણ એજ્યુકેશન સોસાયટી). દ્વિતીય સ્પર્ધા:સંસ્કૃતમાં પરિચય સ્પર્ધા.
અધ્યક્ષ:શ્રી જયશંકર રાવલ (સંસ્કૃત બોર્ડ-અધ્યક્ષ), ડૉ.અનિલ સોલંકી રજીસ્ટાર,શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
તૃતીય સ્પર્ધા: સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા.
અતિથિ વિશેષ: શ્રી જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ પ્રાંતમંત્રી,સંસ્કૃતભારતી અધ્યક્ષ: ડૉ. જિતેન્દ્ર ટેલર, ડો. મધુસૂદન વ્યાસ.
સપ્તાહોત્સવની વિશેષતાઓ:
-વ્યાખ્યાનોમાં ૭૦થી વધુ લાઈવ અને બીજા ફેસબુક પર રોજ સંસ્કૃતરસિકો જોડાતા હતા.
-સ્પર્ધામાં લંડન,દિલ્હી,ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર,રાજસ્થાન,ઝારખંડ તેમજ સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધકો જોડાયા.
-સ્પર્ધામાં ૭ વર્ષના બાળકથી લઈને ૭૫ વર્ષના નિ.શિક્ષિકાઓ પણ જોડાયા.
-શિક્ષણવૃંદની સાથે સમાજના લોકો પણ જોડાયા હતા.
તા.૨૫/૦૮/૨૦૨૧ના રોજ સમાપન સમારોહ યોજાયો જેમાં અધ્યક્ષ પ્રો.ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ કુલપતિ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા હતા.મુખ્ય અતિથિ ડૉ. કુબેરભાઈ ડીંડોર ધારાસભ્ય,સંતરામપુર તેમજ શ્રી નંદકિશોર મહેતા ઉપાધ્યક્ષ સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર હતા. આ કાર્યક્રમના અતિથિ વિશેષ પ્રિ.ડૉ.વિપુલ ભાવસાર
સરકારી વિનયન કોલેજ,શહેરા)તથા રાજસ્થાન ઉદયપુરથી મહર્ષિ યાદવેન્દ્રજીની વિશેષ ઉપસ્થિતિ હતી. કાર્યક્રમના પ્રેરક ઉદ્ઘોષક ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ હતા. આ કાર્યક્રમના આમંત્રણ અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવ, સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ માલવણ આર્ટ્સ કોલેજના પ્રિ.ડો.સી એમ. પટેલ તથા શ્રી ભદ્રકુમાર મોદી હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ.નરેશભાઈ વણઝારા, ડૉ. દિનેશકુમાર.આર.માછી, શ્રી ગૌરાંગ વી ભોઈ, ડૉ.પરેશ પારેખ, ડૉ.કાજલબેન પટેલ, ડૉ.ચારુલતા દવે તેમજ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ સુચારુ રીતે કર્યું હતું.તેમજ સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કારો પણ આપવામાં આવ્યા.