ફતેપુરા આર્ટ્સ કોલેજમાં રેડ રિબન ક્લબ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
218 વિદ્યાર્થીઓને HIV/AIDS, ટીબી, રક્તપિત, હિપેટાઇટિસ અને કાનૂની સેવાઓ અંગે અપાઈ માહિતી
સુખસર,તા.23

દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ઉદયકુમાર ટીલાવત, જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ. આર. ડી. પહાડિયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુરેશ વી. અમલીયારના માર્ગદર્શન હેઠળ ફતેપુરા આર્ટ્સ કોલેજ ખાતે રેડ રિબન ક્લબ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આશરે 218 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને HIV/AIDS, ટીબી, રક્તપિત, જાતીય સંક્રમિત રોગો (STIs), સ્વૈચ્છિક રક્તદાન, ડ્રગ્સના વ્યસનના દૂષ્પરિણામો, હિપેટાઇટિસ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઉપલબ્ધ સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત HIV/AIDS હેલ્પલાઇન નંબર 1097 અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે NSSના વિદ્યાર્થીઓને Break Free India અને ટીબી મુક્ત ભારત એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી તેમજ ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે આરોગ્ય વિષયક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રશ્નોના સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરશ્રીઓ, જિલ્લા કાર્યક્રમ સહાયક દિશા ડાપકુ, ICTC ફતેપુરા અને સુખસરના કાઉન્સેલરો, તાલુકા ટીબી સુપરવાઇઝર, લેપ્રસી સુપરવાઇઝર, લિંક વર્કર, CLW, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દ્વારા યુવાવર્ગમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે, ચેપી રોગો અંગે વૈજ્ઞાનિક સમજ વિકસે અને કાનૂની સેવાઓ અંગે માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા્
