Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી ખાતરના અલગ-અલગ વસુલાત કરાતા ભાવ.

June 27, 2021
        872
ફતેપુરા તાલુકાના સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી ખાતરના અલગ-અલગ વસુલાત કરાતા ભાવ.

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી ખાતરના અલગ-અલગ વસુલાત કરાતા ભાવ.

ફતેપુરા તાલુકામાં ખાતરના કાળા બજાર કરતા વેપારીઓ ઠંડા પડ્યા,જ્યારે એગ્રો સેન્ટર સંચાલકો મનસ્વી વહીવટ ચલાવી રહ્યા છે.

 કેટલાક એગ્રો સેન્ટરોમાં જરૂરિયાતના સમયે ખાતરની તંગી!

 ( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૭

 ફતેપુરા તાલુકામાં ધીમીધારે વર્ષારાણીના થયેલા આગમનના ઇશારે ખેડૂતો ખેતીકામમાં જોતરાઇ ચૂક્યા છે.તથા ખાતર અને બિયારણ માટે દોડાદોડી કરી રહ્યા છે.જોકે ફતેપુરા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં ખેતી લાયક વરસાદનો અભાવ જોવા મળે છે.છતાં સામાન્ય વરસાદથી ખેડૂતો ખેતરોમાં ઓરણી અને વાવણી કરવાના કામે લાગી ગયા છે.ત્યારે હાલ ખાસ કરીને ખાતર અને બિયારણની જરૂરિયાત છે તેવા સમયે ફતેપુરા તાલુકામાં સરકાર માન્ય કેટલાક એગ્રો સેન્ટરોમાં ખાતરના અલગ-અલગ ભાવ વસુલાત કરવામાં આવતા હોવાનું પ્રત્યક્ષ જોવા મળે છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા ધ્યાન  આપવાની જરૂર છે.

#paid pramotion

Contact us :- sunrise public school 

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં ગત વર્ષોની સરખામણીએ ખેતી લાયક વરસાદનો અભાવ જોવા મળે છે.તેમજ થયેલ સામાન્ય વરસાદથી ખેડૂતો મકાઈ,તુવર,અડદ, સોયાબીન,ડાંગરનો ધરુ જેવા ખેતી પાકો માટે ટૂંક સમયમાં સારો વરસાદ થઇ જશે તેવી આશાએ ઓરણી અને વાવણી કરવાના કામે લાગી ચૂક્યા છે.હાલના સમયમાં ખેડૂતોને ખાતર તથા બિયારણની જરૂરત છે. તેવા સમયે કેટલાક સરકાર માન્ય એગ્રો સેન્ટરોમાં ખાતરની તંગી જોવા મળે છે.જ્યારે અનેક સરકાર માન્ય એગ્રો સેન્ટરમાં એક જ ખતરના અલગ-અલગ દુકાનોમાં ભાવની પૂછપરછ કરતા જુદા-જુદા ભાવ બતાવવામાં આવી રહ્યા છે.તેમાં યુરિયા ૪૫ કિલો ખાતરની એક બેગ ના સુખસરના એક એગ્રો સેન્ટરમાં રૂપિયા-૩૧૦/-બીજા એગ્રો સેન્ટરમાં રૂપિયા-૨૯૦/-જ્યારે ત્રીજા એગ્રો સેન્ટરમાં રૂપિયા-૨૮૦/-ના ભાવે ખાતર વેચાણ થતું હોવાનું જાણવા મળે છે.આમ એક જ ખાતરના અલગ-અલગ એગ્રો સેન્ટરોમાં ખેડૂતો પાસેથી જુદા-જુદા ભાવો વસુલાત કરવામાં આવી રહ્યા છે.ત્યારે લાગતા-વળગતા તંત્રોની કેટલાક સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો ઉપર લગામ ન હોય તેવું જણાઈ રહ્યું છે.ત્યારે ખાતરમાં નિયત ભાવથી ખેડૂતો પાસેથી વધુ નાણાં પડાવતા એગ્રો સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરી તેમના એગ્રો સેન્ટરનું લાયસન્સ રદ કરી ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ કરતા એગ્રો સંચાલકોની શાન ઠેકાણે લાવવી જરુરી જણાય છે.

ખેડૂતોને ખેતીમાં જરૂરિયાતના સમયે તમામ સરકાર માન્ય એગ્રો સેન્ટરો દ્વારા સમયસર ખાતર મળી રહે તે પ્રત્યે સ્થાનિક વહીવટીતંત્રની સજાગતા જરૂરી છે.

     ગત વર્ષોમાં ખેડૂતોના ખેતીમાં વાવણી કરવાના સમયે ખેતી કામ કરવાના બદલે ખાતર માટે કલાકો અથવા દિવસો સુધી લાઈનો લગાવી રાહ જોવા છતાં ખાતર મેળવવા વલખા મારવા પડ્યા હોવાના કિસ્સા બનેલા છે.ત્યારે હાલ ચાલુ સિઝનમાં જ્યારે તેનું પુનરાવર્તન થાય નહીં અને ખેડૂતોને ખાતર માટે રાહ જોવી નહીં પડે અને સમયસર ખાતર મળી રહે અને વખતસર ખેતીમાં વાવણી કરી ખેતી કામ માંથી ખેડૂતો મુક્ત થાય તેવું તાલુકા જિલ્લાના વહીવટી તંત્રો દ્વારા આયોજન કરી તમામ સરકાર માન્ય એગ્રો સેન્ટરોમાં

ખાતર મંગાવવામાં આવે છે કે કેમ? તથા ખેડૂતોને ખાતર મળી રહ્યું છે કે કેમ? તેમજ એગ્રો સેન્ટરના નામે આવેલ ખાતર બારોબાર કાળાબજારિયાઓ પાસે પહોંચી જતું નથી ને?તેવી બાબતો ઉપર પણ નજર રાખવાની જરૂરત છે.

 ખેડૂતને ‘જગતના તાત’નું બિરુદ આપી તેના હક્કો છીનવ્યા છતાં મગરના આંસુ સારતા ખેડૂત આગેવાનો ક્યાં..??

     ખેડૂતોની મુશ્કેલીના સમયે સહકાર આપવાના આશયથી બનાવેલા અનેક ખેડુત સંગઠનો કાર્યરત હોવાનું અવાર-નવાર સપાટી ઉપર આવતા સંગઠનોના થતા પ્રચાર ઉપરથી જાણવા મળે છે.પરંતુ જ્યારે ગરીબ, અભણ,અબુધ ખેડૂતોને ખરેખરી મદદની જરૂરત હોય તેવા સમયે ખેડૂત સંગઠનો આડા કાન કરી લેતા હોય તેવું જણાય છે.ત્યારે ખેડૂતે પોતે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી ઝઝૂમી ખેતી કરવા મજબૂર બનવું પડતું હોય છે.ખેડૂતને જગતના તાતનું બિરુદતો આપ્યું પરંતુ ખેડૂતોના તમામ હક્કો છીનવી લીધેલા છે.એક પ્રકારે ખેડૂતો સ્વાવલંબી બનવા મથી રહ્યા છે, પરંતુ અનેક પ્રશ્નો આડે આવતા પરાવલંબી જીવન જીવી રહ્યા છે. દેશના તમામે તમામ નાગરિકો પ્રજાની જરૂરિયાતના સમયે મોકો જોઇ હડતાલ અને આંદોલનો કરે છે.જ્યારે ખેડૂત જ એક એવો નાગરિક છે કે જે-તે સિઝનમાં સમયસર ખેતી કરવા માટે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી કોઈપણ જીવ ભૂખ્યો રહે નહીં તેની ચિંતામાં રાત-દિવસ મહેનત મજુરી કરી અન્ન પેદા કરે છે.છતાં પણ ખેડૂતોને સરકાર અને શેઠિયાઓ દ્વારા પરાવલંબી જીવન જીવવાના સ્થાને હસિયામાં ધકેલી દીધેલ છે.પરંતુ જ્યારે જગતના તાત ગણાતા ખેડૂતોના પગ કપાશે ત્યારે પ્રજા તો ભૂખે મરશે,પરંતુ દેશ દેવાદાર બનશે તે ભૂલવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!