Saturday, 24/07/2021
Dark Mode

ગરબાડા તાલુકાના સાહડામાં કડાણાથી આવતી પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું: હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યાં…

June 28, 2021
        1276
ગરબાડા તાલુકાના સાહડામાં કડાણાથી આવતી પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું: હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યાં…

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

સાહડા ગામે પીવાના પાણીની લાઇન તૂટી જતા હજારો લીટર પાણી વેડફાયુ

કડાણાથી આવતી પાણીની પાઇપ લાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા

હાલ વાવણીની સીઝન ચાલતી હોય ખેતરોમાં પાણી ભરાતા બીયારણને નુકશાન થવાની ભીતી

સત્વરે પાઇપ લાઇન લીકેજ બંધ કરી રીપેરીંગ કામ હાથ ધરવા ખેડુતોની માંગ

ગરબાડા તા.28

ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પસાર થતી કડાણા પાઈપલાઈનમાં આજરોજ ભંગાણ સર્જાતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

 વધુ મળતી માહિતી પ્રમાણે ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પસાર થતી કડાણાની પાઈપ લાઈનમાં કોઈ કારણસર ભંગાણ સર્જાયું છે.જેના લીધે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જો કે અત્રે ઉલ્લેખનીય છે. કડાણા પાઇલાઇનમાં અવારનવાર  ભંગાણ થતું હોવા છતાંય જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રા માં જોવા મળી રહ્યા છે. હાલ ચોમાસુ ટાણે ખેડૂતો દ્વારા  મોંઘા ભાવના બિયારણો નથી વાવણી માટે ખેતરોમાં બિયારણ નાખવામાં આવ્યા છે ત્યારે આજરોજ પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણના લીધે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યા જેવી સ્થિતિ છે.ખેડૂતો તરફથી જે પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં વધુ પાણી ભરાઈ જતાં તેમના પાકને નુક્સાન થયું છે.હાલ આ મામલે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.જોકે હાલ સ્થાનિક ખેડૂતોએ પાઈપલાઈનમાં સર્જાયેલ ભંગાણને સત્વરે સમારકામ કરવામાં આવે તેવી લાગણી સાથે માગણી ઉઠવા પામી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!