Friday, 19/04/2024
Dark Mode

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સુખસરથી ત્રણ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે લોકોને ઝડપી પાડ્યા

June 18, 2021
        1450
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સુખસરથી ત્રણ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે લોકોને ઝડપી પાડ્યા

બાબુ સોલંકી :- સુખસર 

સુખસરથી પસાર થતી ટ્રકમાંથી દાહોદ એલ.સી.બી પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપ્યો.

એલ.સી.બી પોલીસે ઇંગ્લીશ દારૂની પેટી નંગ ૪૫ જેની કિંમત-૩,૨૪૦૦૦/-સહિત કુલ મળી રૂપિયા-૬,૩૪૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપાયા.

    ( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૮

ગુજરાતના પ્રવેશ દ્વાર મનાતા ફતેપુરા તાલુકા માંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો માટે ફતેપુરા તાલુકાની સરહદો સલામત મનાય છે. જ્યારે સમયાંતરે રાજસ્થાન, મધ્યપ્રદેશ તરફથી દારૂનું વહન કરતા વાહનો પોલીસ દ્વારા ઝડપાય છે.તેવી જ રીતે ગત રોજ રાત્રીના રાજસ્થાન તરફથી ઇંગલિશ દારૂ ભરી પસાર થતી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે સુખસર માંથી પકડી દારૂ વહન કરતા બે ખેપિયાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

     પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ એલ.સી.બી પોલીસને કુશલગઢ થી ઇંગ્લિશ દારૂ ભરી સુખસર માંથી ટ્રક પસાર થવાની હોવા બાબતે મળેલ ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના સુખસર માંથી દારૂ ભરી ટ્રક પસાર થવાની હોવા બાબતે બાતમી મળતા બાતમી વાળી ટ્રક શંકાસ્પદ હાલતમાં ઝાલોદ થી સુખસર તરફ જતા રસ્તા ઉપર વાંકાનેર ત્રણ રસ્તા પાસેથી પસાર થતી ટ્રક નંબર- આર.જે-૦૩.જીએ-૦૬૮૭.ની તલાશી લેતા ટ્રકમાં બનાવવામાં આવેલ ચોર ખાનાની તપાસ કરતા ચોર ખાનામાંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ ૪૫ મળી આવી હતી.જેમાં બોટલોની ગણતરી કરતા ૨૧૬૦ જેની કિંમત રૂપિયા-૩૨૪૦૦૦/- નો દારૂ પોલીસ ને મળી આવ્યો હતો. જ્યારે ટ્રકની કિંમત-૩૦૦૦૦૦/- તથા ટ્રકમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૨ જેની કિંમત રૂપિયા-૧૦,૦૦૦/- મળી કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

      જ્યારે દારૂ વહન કરતાં બે ખેપિયાઓની પૂછપરછ કરતા પોતાનું નામ શંકરભાઈ પ્રેમાજી ગાયરી રહે. દરોલી,તાલુકો-જિલ્લો ઉદયપુર(રાજસ્થાન)જ્યારે બીજા ખેપિયાનું નામ પુછતાં તેણે પોતાનું નામ જીતુલાલ મંગુભાઈ પટેલ રહે.કુંદની આલ,તા સજજનગઢ,જિલ્લો. બાસવાડા(રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું.આ બંને આરોપીઓને પ્રોહી મુદ્દામાલની આંતરરાજ્ય હેરાફેરી પરિવહન કરી લાવી ગુન્હો કરવા સબબ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!