
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારા નોટબુક વિતરણ કરાયું.
દાહોદ અને મહીસાગર જિલ્લાની ૬૨ શાળાઓમાં ૫૧ હજાર જેટલી નોટબુકોનુ વિતરણ કરાયું.
( પ્રતિનિધિ ) સુખસર,૧૮
અખિલ ભારતીય અનુસૂચિત જાતિ જનજાતિ કર્મચારી કલ્યાણ સંગઠન કમ્પોનન્ટ પ્લાન્ટ ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા ટ્રાયબલ વિસ્તારના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ અને મહીસાગર જિલ્લાની ૬૨ શાળાઓમાં ૫૧ હજાર જેટલી નોટબુકોનુ વિતરણ કરાયું હતું. ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓની પસંદગી કરાઇ હતી.
ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા દર વર્ષે ટ્રાયબલ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે.હાલમાં કોરોના મહામારી ને લઇ છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હાલતમાં છે.વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવાનો વારો આવ્યો છે. જેમાં ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારોના બાળકોને આર્થિક સ્થિતિને લઇ ઓનલાઇન શિક્ષણ મેળવવું તે રેતીમાં ઘર બનાવવા સમાન છે. ગરીબ પરિવારના બાળકોને બે ટંકના રોટલા ભેગા થવું કે પસંદગી ના કપડા મેળવવા રીબાવુ પડતુ હોય ત્યારે દસ કે પંદર હજાર રૂપિયા ખર્ચ કરી મોબાઇલ લાવવો અને ઓનલાઇન શિક્ષણ મેળવવું તે બહુ દૂરની વાત છે. ત્યારે અખિલ ભારતીય અનુસૂચિત જાતિ જનજાતિ કર્મચારી કલ્યાણ સંઘ અમદાવાદ દ્વારા આવા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું તે પ્રશંસનીય બાબત ગણી શકાય. ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓની પસંદગી કરાઇ હતી જેઓને વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. નાલંદા પ્રાઇમરિ સ્કૂલ મકવાણા ના વરુણા સુખસર ખાતે આ સંગઠનના આગેવાન અને મૂળ કાળિયા(લખણપુર)ગામના વતની અને ઓ.એન.જી.સી અમદાવાદ ખાતે ફરજ બજાવતા વિરસિંગભાઇ.વી મછાર સહિત અન્ય કાર્યકર્તાઓ દ્વારા આચાર્યોને નોટબુક વિતરણ કરાયું હતું.