બાબુ સોલંકી :- સુખસર
આવનારી લોકસભાની ચુંટણી વિકસિત ભારત નવું ભારત બનાવશે: મંત્રી ખાબડ
ફતેપુરા વિધાનસભાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.
સુખસર,તા.૨૪
ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે વિસ્તાર ના કાર્ય કર્તાઓનો સ્નેહ મિલન કાર્યકમ યોજવામાં આવ્યો હતો.જેમાં ફતેપુરા અને સંજેલી તાલુકાભર માંથી ભાજપના કાર્યકર્તાઓ મંત્રી,સાંસદ, ધારાસભ્ય અને પાર્ટીના પ્રમુખ,ઉપ પ્રમુખ સરપંચો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહિયા હતા.
ફતેપુરા વિધાનસભા વિસ્તારનો નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ શુક્રવારના રોજ સુખસર ખાતે યોજાયો હતો.ગુજરાત સરકારના પંચાયત વિભાગના મંત્રી અને ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોર,જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર,જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર,ધારાસભ્ય રમેશભાઈ કટારા,ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા,મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની,ચેરમેન પ્રફુલભાઈ ડામોર,ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી, સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ અરુણાબેન પલાસ,મંડળના પ્રમુખો,મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન ડામોર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટ્ય બાદ ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા દ્વારા મંત્રી,સાંસદ અને ધારાસભયો જિલ્લા પ્રમુખનો ખેસ પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.તેમજ આવનારી ચૂંટણી વિકસિત ભારત અને નવા ભારતની ચૂંટણી છે,જેથી દરેક કાર્યકર્તાઓ સાથે મળીને ભારત દેશને વિશ્વની ટોચ લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.મહિલા મોટા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.ફતેપુરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને ધારાસભ્ય રમેશભાઈ કટારાએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.