કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ હેઠળ “કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન” યોજાયું.
સીંગવડ તા. ૨૫
સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ધ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત સીંગવડ તાલુકાનો તાલુકા કક્ષાનો “કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન” કાર્યક્રમ તાલુકા પંચાયતની સામેના મેદાનમાં, સીંગવડ ખાતે યોજાયો જેમાં
કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ ગોવિંભાઈ વહોનીયા પ્રમુખ સીંગવડ ઉપ-પ્રમુખ શ્રુતિ બેન ડામોર તેમજ નારસિંગભાઇ પરમાર સામાજિક અગ્રણી સિંગવડ મામલતદાર તથા નાયબ મામલતદાર તાલુકા પંચાયત સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો સરપંચો વગેરે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે નારસિંગભાઈ પરમાર દ્વારા ખેડૂતોને પ્રાકુતિક ખેતી તરફ વળવા તેમજ ખેતીની નવીન ટેકનોલોજી અપનાવવા બાબતે ખેડૂતોને અહવાન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. વિકાસ પાલી કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદ એ ઉપસ્થિતિ ખેડૂતોને રવિ કૃષિ અને હલકા ધાન્ય પાકો વિષે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ડૉ. હર્ષ દેસાઈ કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદ એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપી હતી. કાર્યક્રમની સ્વાગત વિધિ એચ.બી.પારેખ,નાયબ બાગાયત નિયામક અધિકારી દાહોદ ધ્વારા કરવામાં આવેલ તેમજ આભારવિધિ એમ.કે.ભગોરા તાલુકા વિકાસ અધકારી સીંગવડ ધ્વારા કરવામાં આવેલ.
ત્યારબાદ ઉપસ્થિત સૌએ માન. મુખ્ય મંત્રીનો રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ નો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુવોના હસ્તે ખેતીવાડી, બાગાયત અને પશુપાલનની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સાલ અને પ્રમાણપત્ર થી સન્માન કરાયું હતું.
ખેડૂતો કૃષિ વિભાગની યોજનાઓ વિષે વધુ માહિતગાર બને તે હેતુ થી ૨૪ કૃષિ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ જેમાં ખેતીવાડી યોજના વિષે, પી.એમ. કિશાન યોજના, પ્રાકૃતિક ખેતી સ્ટોલ, બાગાયત, પશુપાલન, સહકાર વિભાગ, જી.જી. આર. સી સુક્ષ્મ સિંચાઈ, ખેત ઓજાર સ્ટોલ, નેનો યુરીયા/ડી.એ.પી., બિયારણ અને દવાના સ્ટોલ વિગેરે સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ છે. જેની મુલાકાત સૌ મહાનુભાવો અને ખેડૂતોએ લીધી હતી. તેમજ આ સ્ટોલ બે દિવસ સુધી પ્રદર્શન કરવામાં આવેશે તેનો ખેડૂતો મુલાકાત લઇ શકશે.