બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી ગામે હલમા કાર્યક્રમના આયોજન માટે મીટીંગ યોજવામાં આવી.
આદિવાસીઓની પરંપરા મુજબ જાંબુઆ મુકામે આગામી 25 તથા 26 ફેબ્રુઆરી-2023 ના રોજ હલમાં કાર્યક્રમ યોજાનાર છે.
જાંબુઆ મુકામે યોજનાર આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહી શકે છે તેવી શક્યતા.
સુખસર,તા.12
ફતેપુરા તાલુકાના ભીતોડી મુકામે તારીખ-12/2/2023 ના રોજ જાબુવા મુકામે આગામી તારીખ 25 26 ફેબ્રુઆરી-2023 ના રોજ યોજાનાર હલમાં કાર્યક્રમમાં જવા માટેના આયોજનના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફતેપુરા તાલુકાનામાંથી મોટાભાગના ગામોમાંથી આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.જાબુઆથી રાજારામજી કટારા અને વિજેન્દ્રજી અમલીયાર ઉપસ્થિત રહ્યા હતા.અને રાજારામજી કટારાએ હલમાં કાર્યક્રમ વિશે ખૂબ સારી રીતે માહિતી આપી હતી.હલમાં એટલે કે કોઈ ભાઈ મુશ્કેલીમાં હોય તો તેને બધા સાથે મળી મદદ કરીને તેને મુશ્કેલીમાંથી ઉગાડવાનો કાર્યક્રમ જેને હાલમાં કહેવામાં આવે છે.જે આદિવાસીઓની પરંપરા છે.જેના વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે આગામી સમયમાં હલમાં કાર્યક્રમ માટે 2,00,000 ઘરોમાં 1500 ગામોમાં નિમંત્રણ આપેલ છે.તથા આ કાર્યક્રમમાં 40 થી 50 હજાર લોકો ઉપસ્થિત રહેશે નું જાણવા મળે છે.જેની જાણકારી આપવામાં આવી હતી. તથા રાષ્ટ્રપતિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે તેવું જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ વિજેન્દ્રભાઈ અમલીયાર અને શૈલેષભાઈ ગરાસિયા દ્વારા પણ સૌને શિવગંગા વિશે તથા તેમના કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી.સાથે શંકરભાઈ કટારા દ્વારા આદિવાસી સમાજનો ઇતિહાસ તેની સંસ્કૃતિ વિશે માહિતી આપી હતી.સાથે-સાથે આદિવાસી સમાજને અન્ય સમાજોની હરોળમાં આવવું હોય તો શું કરવું પડશે જે બાબતે ખૂબ સારી માહિતી આપવામાં આવી હતી.તથા સમાજને આગળ લઈ જવો હોય તો દરેકે શિક્ષિત અને સંસ્કારી બનવું પડશે તેમ જણાવ્યું હતું.છેલ્લે હલમાં કાર્યક્રમમાં જવા માટે દરેક ગામમાંથી બે થી ત્રણ ગાડી લોકો ત્રિકમ,પાવડો અને તગારી લઈને ખૂબ ઉત્સાહ સાથે હલમાં કાર્યક્રમમાં જોડાવાની તૈયારી બતાવવામાં આવી હતી.