બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં હડકાયા કૂતરા નો આતંક:15 થી વધુ લોકોને બચકા ભરતા ઘાયલ.
હડકાયા કૂતરા નો ભોગ બનેલા તમામ ઇજાગ્રસ્તોને સુખસરકારી દવાખાનામાં સારવાર માટે લવાયા.
સુખસર ગામમાં20 થી વધુ લોકો હડકાયા કુતરાનો ભોગ બની ઈજાગ્રસ્ત થયા હોવાની ચર્ચા:હડકાયા કૂતરાની શોધ ખોળ ચાલુ.
સુખસર.તા,21
ફતેપુરા તાલુકાના સુખસરમાં આજરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો.અને 20 ઉપરાંત લોકોને બચકા ભરી ઇજાઓ પહોંચાડી હોવા બાબતે જાણવા મળી રહ્યૂ છે.આ હડકાયા કૂતરાએ ખાસ કરીને સાત જેટલા નાના બાળકોને ટાર્ગેટ બનાવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે આ હડકાયા કૂતરાએ એક મહિલાને નાક અને મોઢા ઉપર બચકું ભરતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં આજરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં એક હડકાયું કૂતરું ક્યાંકથી આવી ચડ્યું હતું.તેમાં આ કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભરી ઇજાઓ પહોંચાડી હતી.તમામ ઇજાગ્રસ્તોએ તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં આવી સારવાર મેળવી હતી.જોકે આ લખાય છે ત્યાં સુધી આ હડકાયું કૂતરું હાથમાં આવ્યું નથી.અને સુખસર ગામમાં હજી આ હડકાયા કૂતરાનો આતંક ચાલુ હોવાનું જાણવા મળે છે.તેમજ આ કૂતરાને પકડવા માટે ગામ લોકો કૂતરાની શોધખોળ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઇજાગ્રસ્તોમાં જગુબેન સુરેશભાઈ કટારા રહે.સુખસર,વણઝારા સૃષ્ટિબેન મહેન્દ્રભાઈ ઉ.વ.19 રહે.સુખસર, કટારા આરોહીબેન મેહુલભાઈ 35 રહે. ભોજેલા,મછાર મનસુખભાઈ મખજીભાઈ ડામોર ઉ.વ. 45 રહે. નીંદકાપૂર્વ,ડામોર આચારબેન મુકેશભાઈ ઉ.વ. 13 રહે.ખાખરીયા પૂર્વ,પરમાર જોસનાબેન પર્વતભાઈ ઉંમર વર્ષ 5 રહે.સુખસર,સંગાડા મિતલબેન કડકીયાભાઈ ઉંમર વર્ષ 20 રહે. સુખસર,ચારેલ ક્રિશ કુમાર અનિલભાઈ ઉંમર વર્ષ 10 રહે. ભોજેલા,બરજોડ ભુરસીંગભાઇ સડયા ભાઈ ઉંમર વર્ષ 50 રહે.સાગડાપાડા, જાટ અનુજભાઈ દોલતરામ ઉંમર વર્ષ 35 રહે.સુખસર,કટારા કમળાબેન કાનજીભાઈ ઉંમર વર્ષ 40 રહે.વરૂણા, કટારા તેજુભાઈ ચીમનભાઈ ઉંમર વર્ષ 5 રહે.વરૂણા.નાવી માયાબેન પવનભાઈ ઉંમર વર્ષ 32 રહે. સુખસર,કલાલ વૈભવીબેન હાર્દિકભાઈ ઉંમર વર્ષ 1 રહે.સુખસર,ડામોર માનવીબેન ભાવેશભાઈ ઉંમર વર્ષ 10 રહે.કુંડલા તથા ચારેલ યુવરાજભાઈ અનિલભાઈ ઉંમર વર્ષ 5 રહે.ભોજેલાનાઓ ને હડકાયા કૂતરાએ બચકા ભરી ઇજાઓ પહોંચાડી હતી.તેમાં કટારા કમળાબેન કાનજીભાઈ નાઓને મોઢા અને નાક ઉપર બચકા ભરતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.જોકે આ ઈજાગ્રસ્તો સિવાય પણ અન્ય લોકો આ કુતરાનો ભોગ બન્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.