બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ
ડૉ.બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલ ભારતના બંધારણથી બાળકોને માહિતગાર કરાયા.
સુખસર,તા.26
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં તારીખ 26/11/2022 ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર ને યાદ કરી સમૂહમાં બાળકોને બંધારણ વિશેની માહિતી આપવામાં આવી હતી.બંધારણ એટલે શું?બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે કરવામાં આવી?બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા?બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો,કેટલા સભ્યો હતા ? બંધારણનો અમલ ક્યારે થયો? દુનિયાનુ સૌથી મોટું હસ્ત લિખિત બંધારણ છે.બંધારણમાં કેટલી કલમો હતી?અને હાલમાં કેટલી કલમો છે ?શરૂઆતમાં કેટલા પરિશિષ્ટ હતા,અને હાલમાં કેટલા છે?આપણી બંધારણ પ્રત્યે શું ફરજ છે?જેવી પ્રાથમિક બાબતોની માહિતી આપવામાં આવી હતી.જેથી બાળકો બંધારણ જાણતા થાય તેમજ તેમનામાં રાષ્ટ્ર ભાવના જાગે તથા દેશ પ્રેમ પ્રત્યે જાગૃત થાય તે વિશે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બંધારણ વિશે લેખન સ્પર્ધા અને ટેસ્ટ યોજવામાં આવ્યો હતો. તેમજ વિગતવાર રીતે સમજણ આપી બંધારણ દિવસની શાનદાર રીતે ભિતોડી પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.