બાબુ સોલંકી,સુખસર
ફતેપુરા વિધાનસભા ના કોગ્રેસ પાર્ટી ના મહામંત્રી જયેશ ધોકા સહિત 100 કાર્યકર્તા એ ભાજપ નો ખેસ પહેર્યો.
સુખસર,તા.20
ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના કોંગ્રેસ ના મહામંત્રી જયેશભાઈ ધોકા કાર્યરત હતા. જેઓએ કોંગ્રેસ પાર્ટીને જાકારો આપ્યો હતો અને ડબલએન્જિનની ભાજપ સરકાર માં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રવિવારના રોજ સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો કેસ ધારણ કર્યો હતો જયેશભાઈ ધોકા સહિત કોંગ્રેસ પાર્ટીના 100 થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. જેમાં રાહુલ ધોકા, રફીક જર્મન મોરસિયા ઈર્શાદ, નરેશભાઈ કલાલ કલ્પેશ પંચાલ મહેન્દ્ર ભાવસાર સહિત સો થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશથી આવેલા પ્રવાસી પ્રતિનિધિ સુભાષજી પટેલ ભુપેન્દ્ર આર્ય પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પારગી બાબુભાઈ આમલીયાર યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર સંજેલી વિસ્તારના આગેવાન સલીમભાઈ મિર્ઝા અમરસિંહ બામણીયા સંજેલી તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.