
બાબુ સોલંકી, સુખસર
સુખસર પોલીસ દ્વારામોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં દિવંગતઆત્માને શાંતિ મળે તે માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ.
સુખસર,તા.૨
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135 જેટલાનાગરિકોએ જીવ ગુમાવ્યા છે.તેમના દિવંગત આત્માઓને આદરના ચિન્હ તરીકે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે સુખસર પોલીસ સ્ટેશન પ્રાંગણમાં આ દુઃખદ ઘટનાના દિવંગત નાગરિકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ સહિત પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ દિવંગત નાગરિકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.