બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના હિંગલામાં સગા ભાઈએ મકાઇ ડોડામાં આગ ચાંપી સળગાવી દેતા સુખસર પોલીસમાં જાણ કરાઇ.
નાના ભાઈએ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી મોટાભાઈ સાથે તકરાર કરી મકાઈ ડોડાના ઓગામા આગ ચાંપી રૂપિયા 25000/- ઉપરાંત નુ નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદીની કેફિયત.
દાહોદ તા.06
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અવાર-નવાર ચિત્ર વિચિત્ર ઘટનાઓ બને છે.જેમાં કેટલાક લોકોને પોતાના ઘર-પરિવારની સફળતા કણાની જેમ ખૂંચતા કોઈક પ્રકારે નુકસાન પહોંચાડવા કાયદાની ઐસી તૈસી કરી ગમે તેવું પગલું ભરતા પણ અચકાતા નથી.અને તેવોજ બનાવ આજરોજ હિંગલા ગામે મોટાભાઈના ખેતરમાં રાખવામાં આવેલ મકાઈ ડોડા ના ઓગામા સગા નાના ભાઈએ આગ ચાપી બાળી દઈ નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હિંગલા ગામે રહેતા ધુળાભાઈ વરસીંગભાઇ ભગોરા ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવે છે.જેઓએ ગત ચોમાસા દરમિયાન મકાઈની ખેતીવાડી કરી હતી.અને હાલ કાપણી ચાલુ હોય મકાઈ ડોડાની કાપણી કરી પોતાના ખેતરમાં મકાઈ ડોડાનો ઓગો વાળ્યો હતો.જ્યારે આજરોજ ત્રણેક વાગ્યાના અરસામાં તેનો નાનો ભાઈ શંકરભાઈ વરસીંગભાઇ ભગોરા દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો. અને ધુળાભાઈ ભગોરા સાથે તકરાર કરી બિભીત્સ ગાળો આપી જણાવતો હતો કે,તમોએ મારા ખેતરમાં મકાઈ ડોડાનો ઓગો કેમ વાળ્યો છે?તેમ જણાવી તકરાર કરવાની કોશિશ કરી તકરાર કરતાં ધુળાભાઈની પત્નીએ જણાવેલ કે,અમોએ અમારા ખેતરમાં મકાઈ ડોડા નો ઓગો વાળેલ છે.અને ત્યાં પણ તમોને નડતો હોય તો અમો ત્યાંથી હટાવી લઈશું પરંતુ તકરાર કરશો નહીં.તેમ જણાવતા શંકર ભગોરાએ આવેશમાં આવી જઈ મકાઈ ડોડાના ઓગામાં દીવાસળી ચાપી સળગાવી દેતા ધુળાભાઈ ભગોરાને મકાઈ તથા કડબના કુલ મળી 25000/- જેટલું નુકસાન પહોંચ્યું હોવા બાબતે સુખસર પોલીસમાં જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.