બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ખાતે નાલંદા સ્કૂલમાં મોટાનટવા સંચની ખેલ પ્રતિયોગિતા સ્પર્ધા યોજાઈ.
એકલ પરિવાર દ્વારા ખેલ પ્રતિયોગીતા નું આયોજન કરવામાં આવ્યું હતું.
30 શાળાઓના વિદ્યાર્થીઓએ કબડ્ડી,કુસ્તી,લાંબી દોડ, ઉંચી કુદ જેવી રમતોમાં 300 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
વિજેતા થયેલા સ્પર્ધકોને દાહોદ અચલ લેવલે સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી કરવામાં આવશે.
સુખસર,તા.24
ફતેપુરા તાલુકાના 96 ગામડાઓ પૈકી મોટા નટવા પંચમાં 30 જેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.જેમાં એકલ પરિવાર દ્વારા 30 જેટલા વિદ્યાલયો ચાલે છે.જેમાં બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું ભગીરથ કાર્ય જે-તે શાળાના આચાર્ય મિત્રો દ્વારા નજીવા માન અને ધન સાથે કરી રહ્યા છે.આ વિસ્તારના બાળકોમાં રહેલી જુદી- જુદી કળા અને કલાને ઓળખીને તેને યોગ્ય દિશા અને સ્ટેજ મળે તથા બાળકોમાં ખેલગીરીનો ભાવ જાગે તે હેતુથી એકલ પરિવાર દ્વારા ખેલ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ 30 વિદ્યાલયો માંથી જુદી-જુદી કેટેગરીમાં કબડ્ડી, કુસ્તી,દોડ,લાંબી કુદ,ઉંચી કુદ જેવી રમતોમાં 300 જેટલા સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.
જે સ્પર્ધકો વિજેતા થયા તેઓને દાહોદ અચલ લેવલે સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.આ સમગ્ર કાર્યક્રમમાં સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા ખાતે આવેલ નાલંદા સ્કૂલનો ખૂબ સારી રીતે સાથ અને સહકાર મળ્યો હતો.તથા સમગ્ર કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત સ્વરાજ મંચના પ્રમુખ નીનામા,અચલ શિક્ષા પ્રમુખ મુકેશભાઈ,કાર્યાલય પ્રમુખ ચિંતનભાઈ,દલસિંગભાઈ,લલીતભાઈ, નાલંદા સ્કૂલના આચાર્ય શ્રીમતી નિરુબેન,સંચના આચાર્ય લાલાભાઇ તથા ભિતોડી પ્રાથમિક શાળાના આચાર્ય અધ્યક્ષ શંકરભાઈ કટારાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્પર્ધકોનૈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.