બાબુ સોલંકી, સુખસર
દાહોદ જિલ્લામાં નમો કિસાન પંચાયત કાર્યક્રમને લીલી ઝંડી આપતા દંડક રમેશભાઈ કટારા
ફતેપુરા તાલુકાના આફવા ગામે થી ઇ- બાઈકનો શુભારંભ કરાયો.
સુખસર,તા.24
વડાપ્રઘાન નરેન્દ્ર મોદી દેશના રાષ્ટ્રપિતા ગાંઘીજીના સ્વપ્નને સાકાર કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. દેશના ખેડૂતોને સમૃદ્ધ કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છે.ત્યારે દાહોદ જિલ્લા કિસાન મોરચા દ્વારા ફતેપુરા તાલુકાનાઆફવામાં નમો કિસાન પંચાયત કાર્યક્રમ કરવામા આવ્યો હતો.
જેમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના જીવનની ગાથા રજૂ કરતી એક પ્રદર્શનનું ઉદ્ધઘાટન પણ ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું.જેનાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજયના ખેડૂતો માટે કરેલા કામો તેમજ વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલ જુદા-જુદા કામોને રાજયના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો માહિતી આપશે.
આ પ્રસંગે દંડક અને ધારાસભ્ય રમેશભાઈ કટારાએ તેમના સંબોધનમાં ભાજપે ખેડૂતો માટે કરેલા વિકાસ કાર્યોની ગાથા વર્ણવી.સાથે જ વિરોધ પક્ષો પર પણ નિશાન સાધ્યું અને જણાવ્યું કે,અત્યાર સુધી તમામ લોકોએ અને નેતાઓએ ખેડૂત કલ્યાણની ફક્ત વાતો જ કરી છે.
પરંતુ ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે કે,જેમણે ખેડૂતોના કલ્યાણ માટે ખરા અર્થમાં નક્કર કામગીરી કરી છે. ગુજરાતમાં 15 લાખ ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો પાછળ 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર,મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની તેમજ કિસાન મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.