બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈ બાળકોને માહિતગાર કરાયા.
ભિટોડી પ્રાથમિક શાળાના બાળકોએ સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ,નગરપાલિકા,પોસ્ટ ઓફિસ,ન્યાયાલય,બેંક,વિગેરે સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત કરાવી કચેરીઓની કામગીરી બાબતે બાળકોને માહિતગાર કરાયા.
સુખસર,તા.24
ફતેપુરા તાલુકાની ભીતોડી શાળા દ્વારા શિક્ષણમાં ભાગરૂપે અને બાળકો સાંભળેલી બાબત કરતા જોયેલી બાબત વધુ અને લાંબો સમય સુધી યાદ રહે જે હેતુથી વિવિધ સ્થળોની મુલાકાત યોજવામાં આવી હતી.જેમાં સૌપ્રથમ ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરમાં બાળકોએ માતાજીના દર્શન કર્યા હતા.તથા શિક્ષક ભગોરા દ્વારા બાળકોને સંસ્કારની ખુબ સુંદર વાતો કરી હતી.ત્યારબાદ નગરપાલિકાની મુલાકાતમાં નગરપાલિકાના કાર્યો,પ્રમુખની નિમણુક,ચીફ ઓફિસરની જવાબદારી તથા સાધનોની કામગીરીની જાણકારી આપી હતી.જેમાં ફાયર બંબાનો ડેમો પણ બાળકોને બતાવવામાં આવ્યો હતો.પોસ્ટ ઓફિસમાં બાળકોને પોસ્ટની વિવિધ યોજનાઓની સમજ આપવામાં આવી હતી.તથા ન્યાય મંદિરમાં લાઈવ કોર્ટ બાળકોએ રૂબરૂ નિહાળી હતી
. જ્યારે સંતરામપુર કોર્ટના નામદાર જજ સાહેબ દ્વારા બાળકોને ખૂબજ સુંદર માહિતી આપી હતી.બેંકની મુલાકાતમાં બેંક મેનેજર દ્વારા બાળકોને બેંકના કાર્યો,બચત કેવી રીતે કરવી તથા જમા પાવતી, ઉપાડ પાવતી,બેન્કમાં ખાતું ખોલાવવું વગેરે બાબતોની ખુબ સારી રીતે માહિતી આપી આપવામાં આવી હતી. તેમજ બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું હતું.એ.ટી.એમ માં બાળકોએ જાતે પૈસા કેવી રીતે ઉપાડવા તેની માહિતી આપવામાં આવી હતી.તેમજ પોલીસ સ્ટેશનમાં બાળકોને પોલીસ એ આપણો મિત્ર અને મદદગાર છે, પરંતુ જે ગુનો કરે છે તેને પકડે છે તેની જાણકારી આપવામાં આવી હતી. તથા જેલ મુલાકાત દરમિયાન કેદીઓને જોઈ બાળકો ભાવવિભોર બન્યા હતા અને બાળકોએ જીવનમાં ક્યારેય ગુનો ન કરે એવો મનોમન દ્રઢ સંકલ્પ કર્યો હતો.ત્યારબાદ બાળકોને રવાડીના મેળાની મુલાકાત કરાવવામાં આવી હતી.જેમાં મોત કુવો,હિચકો, ચકડોળ,રેલગાડી,જાદુગર જેવા શો અને રાઈડમાં બેસાડવામાં આવ્યા હતા.બાળકોને મેળામાં રમતા-રમતા મોજ કરતા કરતા ખૂબ સારું એવી શૈક્ષણિક માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા.છેલ્લે પોતાના વર્ગ શિક્ષક સાથે મેળામાં બાળકોને ફેરવવામાં આવ્યા હતા તેમજ ખરીદી કરાવવામાં આવી હતી.આ રીતે શિક્ષણના ભાગરૂપે શાળા દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત કરાવી પ્રત્યક્ષ માહિતગાર કરાયા હતા.જેમાં બાળકોને વિવિધ બાબતોની પ્રત્યક્ષ જાણકારી મેળવવાના સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.