Wednesday, 11/12/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર..ફતેપુરા તાલુકાના ભીતોડીમાં ઇકો ગાડી પલટી ખાતા એકનું મોત:બેને ગંભીર ઇજા.

September 17, 2022
        1735
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર..ફતેપુરા તાલુકાના ભીતોડીમાં ઇકો ગાડી પલટી ખાતા એકનું મોત:બેને ગંભીર ઇજા.

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ભીતોડીમાં ઇકો ગાડી પલટી ખાતા એકનું મોત બેને ગંભીર ઇજા.

અરવલ્લી જિલ્લાના મોટા રામપુરા ગામેથી ઇકો ગાડી લઈ મજૂરો લેવા ત્રણ લોકો ફતેપુરા તાલુકામાં આવ્યા હતા.

એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત જ્યારે બે વ્યક્તિઓને હાથે,પગે શરીરે નાની-મોટી ઇજાઓ થતા 108 દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવ્યા. 

સુખસર,તા.17

 

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર..ફતેપુરા તાલુકાના ભીતોડીમાં ઇકો ગાડી પલટી ખાતા એકનું મોત:બેને ગંભીર ઇજા.

અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલ મોટા રામપુરા ગામના ત્રણ લોકો ફતેપુરા તાલુકાના કોઈ ગામડામાં મજૂરો લેવા માટે આવ્યા હતા.તે દરમિયાન આજરોજ ફતેપુરા તાલુકાના સુખસરથી નાની ઢઢેલી થઈ ફતેપુરા જતા માર્ગ પર ચારેક વાગ્યાના અરસામાં ભીતોડી ગામે ઇક્કો ગાડી પલટી ખાતા ઇકોગાડીમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજવા પામેલ છે. જ્યારે બે વ્યક્તિઓને હાથે પગે શરીરે ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લાવી સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવા માં આવનાર હોવાનું જાણવા મળે છે. જ્યારે મૃતકની લાશનો કબજો સુખસર પોલીસે મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.તેમજ અકસ્માતનો ભોગ બનેલાના પરિવારજનો સુખસર આવવા નીકળી ગયા હોવાનું પણ જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર..ફતેપુરા તાલુકાના ભીતોડીમાં ઇકો ગાડી પલટી ખાતા એકનું મોત:બેને ગંભીર ઇજા.

જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ ચારેક વાગ્યાના અરસામાં અરવલ્લી જિલ્લા પાર્સિંગની ઈકોગાડીએ સુખસરથી નાની ઢઢેલી થઈ ફતેપુરા જતા માર્ગ ઉપર પલટી ખાધી હતી.જેમાં સવાર ત્રણ લોકો પૈકી મોહબ્બતસિંહ જવાનસિંહ ચૌહાણ તથા ભરતસિંહ સનસીહ ચૌહાણ રહે મોટા રામપુરા મોડાસાના હોવા નું જાણવા મળે છે.તેઓને હાથે, પગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે. 108 એમ્બ્યુલન્સ ને અકસ્માત અંગે કોલ મળતા તાત્કાલિક પાયલોટ રાજપાલ સિંહ ચૌહાણ તથા ઇએમટી લીલાબેન વાગડીયાનાઓ તાબડતોબ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. અને બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મૃતકની લાશ પોલીસ પંચકેશ બાદ લાવવામાં આવશે.જેઓના પરિવારનોને આ અકસ્માત બાબતે મોબાઈલથી જાણ કરતા તેઓ સુખસર આવવા નીકળી ગયેલ હોવાનું જાણવા મળે છે ઇજાગ્રસ્તોને હાલ આ લખાય છે ત્યારે સારવાર ચાલુ છે.અને વધુ સારવાર માટે તેમના પરિવારજનો આવ્યા બાદ અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.જ્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિનું સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.તેમજ મૃતકનું નામ જાણી શકાયું નથી.હાલ ઇજાગ્રસ્ત બે લોકો પણ વ્યવસ્થિત જવાબ આપી શકતા ન હોય વધુ માહિતી મળી શકેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!