
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી
14 મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સુખસર,તા.14
ફતેપુરા તાલુકાની નાની ઢઢેલી સી.આર.સી માં આવેલી ભીતોડી પ્રાથમિક શાળામાં 14 મી સપ્ટેમ્બર ના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રાર્થના સંમેલનમાં આચાર્ય દ્વારા હિન્દી દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે?ક્યારથી કરવામાં આવે છે? તેનું મહત્વ શું છે?આપણે હિન્દી દિવસ કેવી રીતે ઉજવી શકાય? ભારતમાં હિન્દીનું મહત્વ વિશ્વમાં હિન્દી ભાષાનું સ્થાન વગેરે વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે-સાથે આજના દિવસે શાળાનો સંપૂર્ણ વર્ગ વ્યવહાર શિક્ષણ કાર્ય હિન્દી ભાષામાં કરવાનુ સૂચન કરવામાં આવ્યું હતું.તથા દરેક શિક્ષકે હિન્દી ભાષા વિશે માહિતી હિન્દી ભાષામાં આપી આખો દિવસ હિન્દી ભાષામાં વર્ગ વ્યવહાર,એકબીજા સાથે ચર્ચા વાતચીત હિન્દીમાં કરવાથી બાળકોને ખૂબ જ મજા આવી હતી. સાથે પાંચ વાગ્યા પછી પોતાના ઘરે પણ આજના દિવસે પોતાના માતા-પિતા,ભાઈ-બેન પરિવારમાં હિન્દી ભાષામાં વ્યવહાર કરવાનો બાળકોને સૂચન કરવામાં આવ્યું હતું. તથા દર બુધવારે હિન્દી ભાષામાં શિક્ષણ કાર્ય કરવાનું નક્કી કર્યું હતું. જેથી બાળકો હિન્દી ભાષા ખૂબ સારી રીતે બોલી શકે અને સમજી શકે. ત્યારબાદ બાળકોમાં હિન્દી ભાષાનું મહત્વ અને મૂલ્ય જાણતા થાય તે માટે નિબંધ લેખન સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મોટાભાગના બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.આ રીતે યાદગાર રીતે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો અને શિક્ષકોને ખૂબ મજા આવી હતી.