બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરાની ભીટોડી પ્રાથમિક શાળાના આચાર્યે રાજ્યની સૂર્ય નમસ્કાર કોમ્પિટિશનમાં પ્રથમ નંબર મેળવી આદિવાસી સમાજ નું વધાર્યું ગૌરવ..
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ ખાતે શ્રી રામુજીલાલ મેમોરિયલ હોલ મણીનગર ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભિતોડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શંકરભાઈ કટારાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ સવારના 7:00 કલાકથી 11:30 કલાક સુધી સળંગ નોન સ્ટોપ 521 સૂર્ય નમસ્કાર કરી રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો:શિક્ષક,સમાજ તથા આદિવાસી સમાજનું ગૌરવ
સુખસર તા.15
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ મુકામે સમગ્ર ગુજરાત રાજ્યની સૂર્ય નમસ્કાર કોમ્પિટિશન- 2022 15 મી ઓગસ્ટ-22 ના રોજ શ્રી રામુજીલાલ મેમોરિયલ હોલ મણીનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા જિલ્લાઓના અન્ડર 15 અંદર 30 અને અંડર 55 વર્ષના સ્પર્ધકોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઓપન કોમ્પિટિશનમાં જુદા-જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા જાંબુડી ગામના વતની અને હાલમાં ભીતોડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શંકરભાઈ કોયા ભાઈ કટારાએ 30 વર્ષથી 55 વર્ષની એજ માં ભાગ લીધેલ હતો.તેઓએ સવારે 7:00કલાકથી 11:30 કલાક સુધી સળંગ નોન સ્ટોપ 521 સૂર્ય નમસ્કાર કરી સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવીને દાહોદ જિલ્લાનું અને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવી મોટા નટવા ગામ તથા આદિવાસી સમાજનું અને શિક્ષક સમાજનું ગૌરવ વધારેલ હોવાનું જાણવા મળે છે.