
બાબુ સોલંકી, સુખસર
ભીતોડી પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ.
સુખસર,તા.12
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.સૌ પ્રથમ બાળકોને રક્ષાબંધન તહેવારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. રક્ષાબંધન કેવી રીતે ઉજવવામાં આવે છે અને ક્યારથી ઉજવવામાં આવે છે તથા સામાજિક મહત્વ,ધાર્મિક મહત્વ જેવી બાબતોને ઉદાહરણ સાથે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ દીકરીઓ દ્વારા પોતાના ભાઈઓની સામૂહિક આરતી કરવામાં આવી હતી.ત્યાર બાદ દરેક બહેન દ્વારા પોતાનો એક ભાઈ બનાવવામાં આવ્યો હતો તથા તેને કપાળમાં કંકુચોખા વડે ચાંદલો કરી ગોળ-ધાણા વડે એકબીજાને મો મીઠું કરાવી બંનેના જીવનમાં મીઠાશ રહે તેવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી.સાથે ભાઈ દ્વારા બહેનને હર હંમેશ માટે મદદ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.આ રીતે ગીતોડી પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની યાદગાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.