Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં કોરોનાના ડરથી કાંપતી અને મોંઘવારીના મારથી રિબાતી પ્રજાને બચાવવા કાયદાકીય નિયમોનું પાલન જરૂરી..

May 7, 2021
        653
ફતેપુરા તાલુકામાં કોરોનાના ડરથી કાંપતી અને મોંઘવારીના મારથી રિબાતી પ્રજાને બચાવવા કાયદાકીય નિયમોનું પાલન જરૂરી..

 બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકામાં કોરોનાના ડરથી કાંપતી અને મોંઘવારીના મારથી રિબાતી પ્રજાને બચાવવા કાયદાકીય નિયમોનું પાલન જરૂરી.

 જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના વધુ ભાવો વસૂલ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની જરૂર.

 તાલુકામાં ૮૦ રૂપિયે લિટર મળતું કપાસિયા તેલ હાલમાં રૂપિયા ૧૮૦ વસુલાત કરવામાં આવે છે.

 તાલુકામાં કોરોના કાળમાં પડી ભાંગેલા ધંધાર્થીઓ દવા સારવાર અને જીવનનિર્વાહ ચલાવવા રીબાઈ રહ્યા છે,ત્યારે મોંઘવારીનો માર અસહ્ય છે.

સુખસર,તા.૭

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના ડરથી લોકો ભયભીત છે.મોટાભાગના રોજ કમાઈને રોજ ખાનારા લોકોને લોકડાઉનના લીધે મજૂરી પણ મળતી નથી.ત્યાંજ પડતા ઉપર ડામ દેવાતા હોય તેમ તાલુકામાં જીવન જરૂરિયાતની મોટાભાગની ચીજ વસ્તુઓની મોંઘવારી વધી જતા તેના મારથી પ્રજા રીબાઈ રહી છે.ત્યારે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કૃત્રિમ તંગી ઊભી કરી વધુ ભાવો વસૂલતા વેપારીઓની સામે સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવે તે હાલના સંજોગો જોતા ખૂબ જ જરૂરી જણાય રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરાનાએ માથું ઉચકતા તેમજ તાવ, માથા,શરદી,શરીરમાં કમજોરી જેવા વાઇરલ ઇન્ફેકશનની બીમારીમાં કેટલાક લોકો સપડાયેલા છે.બીજી બાજુ લોકડાઉનના કારણે રોજનું કમાઈ રોજ ખાનારા લોકોની હાલત દયનીય છે.રોજગારી બંધ થતા મોટાભાગના લોકો પાસે ઘર ચલાવવા પૂરતી સગવડનો અભાવ જણાય છે. ત્યારે જ તાલુકામાં લોકડાઉનની આડ માં જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કૃત્રિમ અછત ઉભી કરી પ્રજા પાસેથી મન ફાવતા ભાવો વસુલાત કરવામાં આવી રહ્યા છે.જેમાં જોઈએ તો કપાસિયા તેલ ત્રણેક માસ અગાઉ એસી રૂપિયા લિટરના ભાવે મળતું હતું.તેજ કપાસિયા તેલના પાઉચ ઉપર હાલ પ્રિન્ટેડ કિંમત ૧૫૬/- રૂપિયા છે.છતાં કેટલાક વેપારીઓ ગ્રાહકો પાસેથી ૧૬૦/-થી ૧૮૦/- રૂપિયા વસૂલી રહ્યા છે. તેલિયા રાજાઓ હોય કે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ પરંતુ તેઓને પ્રજાની મુશ્કેલી વધારવા માટે છૂટ ન આપવી જોઈએ અને તેનું સરકારે પણ મનોમંથન કરવું જરૂરી છે.અને તેવી જ રીતે તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કુત્રિમ અછત ઊભી કરી વેપારીઓ દ્વારા આડેધડ ભાવો વસુલાત કરવામાં આવતા હોવાનું જોવા મળે છે.તેમજ તંબાકુ બનાવટના પાઉચના પણ વેપારીઓ દ્વારા વધુ ભાવો વસૂલ કરવામાં આવતો હોવાનું જોવા અને જાણવા મળે છે.ફતેપુરા તાલુકામાં ગ્રાહકો સાથે ધોળા દિવસે થતી ઉઘાડી લૂંટ સામે વહીવટી તંત્રોની સજાગતા ન હોય તેવું ઊડીને આંખે વળગે છે.અને પ્રજા સાથે જેને જે કરવું હોય તેની છુટ આપવામાં આવી હોય તેવું વર્તન થઇ રહ્યું છે ત્યારે તાલુકામાં કોરોનાવાયરસ ના કારણે ભયભીત થયેલ પ્રજા ને રોજગારી પણ મળતી નથી.અને પરિવારના બે ટંકના છેડા ભેગા કરવા રિબાતા હોય ત્યારે મોંઘવારીનો માર પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવે તે યોગ્ય નથી. પ્રજા ઉપર આવી પડતી કપરી પરિસ્થિતિના સમયેજ પ્રજાની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતા તત્વો સામે જવાબદાર તંત્રોએ ધ્યાન આપવાની ખાસ જરૂરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!