Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના કતવારા ગામે ગેસ એજેન્સીની ઓફિસમાં ધાડપાડુઓ ત્રાટક્યા: સોજા સોના-ચાંદીના દાગીના, તેમજ રોકડ રકમ મળી 90 હજાર ઉપરાંતના માલમત્તાની ચલાવી લૂંટ

May 7, 2021
        699
દાહોદ તાલુકાના કતવારા ગામે ગેસ એજેન્સીની ઓફિસમાં ધાડપાડુઓ ત્રાટક્યા: સોજા સોના-ચાંદીના દાગીના, તેમજ રોકડ રકમ મળી 90 હજાર ઉપરાંતના માલમત્તાની ચલાવી લૂંટ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તાલુકાના કતવારા ગામે ગેસ એજેન્સીની ઓફિસમાં ધાડપાડુઓ ત્રાટક્યા: સોજા સોના-ચાંદીના દાગીના, તેમજ રોકડ રકમ મળી 90 હજાર ઉપરાંતના માલમત્તાની ચલાવી લૂંટ: પોલીસ તપાસમાં જોતરાઇ

 

દાહોદ તા.૦૭

 

દાહોદ તાલુકાના કતવારા ગામે ગતરોજ મધ્યરાત્રીએ દશ થી પંદર જેટલા ધાડપાડું લુટારૂઓએ ગામમાં આવેલ એક ગેસ એજન્સીની ઓફિસને નીશાન બનાવી ઓફિસની બહાર બાંધી રાખેલ બકરા, ઓફિસમાં મુકી રાખેલ ચાંદીના દાગીના, રોકડા રૂપીયા, લેપટોપ વિગેરેની લુંટ ચલાવી ઓફિસના માલિક તથા તેમની પત્નિને બાનમાં લઈ લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ લુંટમાં કુલ રૂા.૯૧,૯૦૦ની લુંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

દાહોદ તાલુકાના ભીટોડી ગામે સરપંચ ફળિયામાં રહેતા કાળુભાઈ જાેતીયાભાઈ ડામોર અને કશનીબેન ગત તા.૦૬ મે ના રોજ કતવારા મુકામે આવેલ પોતાની જાનકીનાથ એચ.પી. ગેસ એજન્સીમાં હતાં અને રાત્રીના સમયે જમી પરવારી એજન્સીની ઓફિસમાં જ સુતા હતાં. અંદાજે રાત્રીના એકાદ વાગ્યાના આસપાસ દશ થી પંદર જેટલા હથિયારધારી ધાડપાડુ, લુંટારૂઓ આ ઓફિસમાં ઘસી આવ્યાં હતાં અને ઉપરોક્ત બંન્ને જણાને બાનમાં લઈ ઓફિસની આસપાસ બાંધી રાખેલ બકરા નંગ.૦૪, કશનીબેન પાસેથી ચાંદીના તોડા, ઓફિસમાં મુકી રાખેલ એક કોમ્પ્યુટર, એક લેપટોપ, રાઉટર, રોકડા રૂપીયા મળી કુલ રૂા.૯૧,૯૦૦ ની ધાડપાડુ લુંટારૂઓએ લુંટ મચાવી નાસી જતાં મોડી રાત્રે તેમજ વહેલી સવારે વાયુવેગે આ બનાવ પંથકમાં ફેલાતાં ખળભળાટ સહિત ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ધાડપાડુ લુંટારૂઓએ જતાં જતાં એક ટીવીની તોડફોડ કરી અંદાજે ૧૦ હજારનું નુંકસાન પહોંચાડ્યું હતું.

 

આ સંબંધે કાળુભાઈ જાેતીયાભાઈ ડામોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!