બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકામાં એગ્રો સેન્ટરના સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી કુત્રિમ ભાવ વધારો કરી ખાતરના આડેધડ વસૂલાતાં ભાવો:તપાસની માંગ.
યુરિયા ખાતરની 45 કિલો બેગની કિંમત 267.50 પૈસાના બદલે રૂપિયા 280/- થી રૂપિયા 330/-સુધી વસુલાત કરવામાં આવી રહ્યા છે.
જવાબદાર તંત્ર દ્વારા ખાતરના વધુ ભાવો વસૂલ કરતા એગ્રો સંચાલકોની તપાસ કરી યોગ્ય કરવા આપી હૈયા ધારણા.
સુખસર,તા.03
ફતેપુરા તાલુકામાં હાલ સુધીમાં સામાન્ય વરસાદ થયો છે.જેનાથી ખેડૂતોએ ખેતીમાં વાવણી અને ઓરણી કરી ચૂક્યા છે.જ્યારે હાલમાં ખાતરની જરૂરિયાત ઊભી થયેલ છે. તેવા સમયે તાલુકામાં ચાલતા એગ્રો સેન્ટરના સંચાલકો દ્વારા કૃત્રિમ અછત અને કૃત્રિમ ભાવ વધારો કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરી ભાવ વધારો વસૂલાત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.ત્યારે ફતેપુરા તાલુકામાં ચાલતા એગ્રો સેન્ટરોની ઉચ્ચ સ્તરેથી તપાસ કરી ખેડૂતો સાથે કરવામાં આવતી છેતરપિંડીનો ભોગ ખેડૂતો બને નહીં તે માટે તટસ્થ તપાસ હાથ ધરવાની જરૂરત જણાઇ રહી છે.
પ્રાપ્તિ વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં હાલ સુધી તમામ પાકો માટે ખેતીલાયક વરસાદનો અભાવ જણાય છે.પરંતુ સામાન્ય વરસાદથી મકાઈ, તુવર,અડદ જેવી ખેતી ખેડૂતો કરી ચૂક્યા છે.જ્યારે ડાંગર લાયક વરસાદ હજી સુધી થયો ન હોવા છતાં ખેડૂતો સામાન્ય વરસાદથી ડાંગરની ખેતી પણ કરી રહ્યા છે.હાલ નદી,નાળા,તળાવો, કોતરો ખાલી જોવા મળે છે બીજી બાજુ જોઈએ તો હાલ મકાઈ તથા ડાંગર જેવા પાકો માટે ખાતરની ખાસ જરૂરિયાત ઊભી થયેલ છે.તેવા સમયે ફતેપુરા તાલુકાના એગ્રોસેન્ટરના સંચાલકો યુરિયા ખાતરના વધુ ભાવ વસુલાત કરી ખેડૂતો સાથે ખેતરપિંડી કરી રહ્યા છે.તેમાં સરકારી ભાવ યુરિયા ખાતરની 45 કિલોની એક બેગ ના રૂપિયા 266.50 પૈસા છે.જ્યારે આ ખાતરના ભાવ એગ્રો સેન્ટરના સંચાલકો રૂપિયા 280/-થી 330/- રૂપિયા સુધીના ભાવો વસૂલાત કરી રહ્યા છે. તેમજ ડી.એ.પી ખાતર તથા જંતુનાશક તેમજ ઘાસનાશક દવાના પણ વધુ ભાવ વસૂલાત કરવામાં આવતા હોવાની ખેડૂતોની બૂમો ઊઠવા પામેલ છે.અને આ બાબતે કોઈ ખેડૂત જાગૃતી દાખવે ત્યારે’તમારે ખાતર-દવા લેવી હોય તો લો નહીં તો ચાલતી પકડો’ના જવાબો કેટલાક એગ્રો સેન્ટરના સંચાલકો દ્વારા આપવામાં આવતા હોવાનું જાણવા મળે છે.ફતેપુરા તાલુકાના એગ્રો સેન્ટર સંચાલકો દ્વારાઅભણ,મજબૂર,ગરીબ ખેડૂતો સાથે ખાતરના ભાવમાં છેતરપિંડી કરવામાં આવી રહી છે.આ બાબતે જવાબદાર તંત્ર ના જવાબદાર પી.એમ.પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ એગ્રો સેન્ટર સંચાલકોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા હૈયા ધારણા આપી હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ગત વર્ષોમાં બરાબર ખેડૂતોને ખેતીમાં ખાતર આપવાના સમયે જ ખાતર ગાયબ થઈ જાય છે.જેનો એગ્રો સેન્ટરના સંચાલકો ગેરલાભ ઉઠાવી ખેડૂતો પાસેથી વધુ ભાવો વસુલાત કરી કમાણી કરતા હોય છે.જેનું પુનરાવર્તન ચાલુ વર્ષે થાય નહીં તે પણ જોવાની અને ખેડૂતો સાથે છેતરપિંડી કરતા એગ્રો સેન્ટર સંચાલકોના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવી વહીવટી તંત્રોની જવાબદારી છે.