બાબુ સોલંકી :- સુખસર
સુખસરમાં વિવાદીત મહાદેવમંદિર વાળી જમીનની સરકાર દ્વારા માપણી કરાઇ.
દબાણકર્તાઓએ ગરીબ હોવાના ખોટા પુરાવા રજૂ કરી સરકારી જમીન નામે કરવા દરખાસ્ત કરી હતી.
રાજ્ય કક્ષાએથી આદેશ થતાં કલેક્ટર દ્વારા માપણી કરાવાઈ:સંપૂર્ણ તપાસ બાદ દબાણકર્તા સામે લેન્ડગ્રેબિંગ નો ગુનો દાખલ થઈ શકે છે.
સુખસર,તા.02
ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિરની જમીનમાં દબાણ કરી દેવાયુ છે.જે દૂર કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.તેમજ દબાણ કર્તાઓએ ગરીબ હોવાના અને રહેણાંક મકાનના ખોટા પુરાવા ઊભા કરી જમીન નામે કરવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી.જેમા અરજદાર દ્વારા રાજ્યકક્ષાએ રજૂઆત કરતા દાહોદ કલેકટરને તપાસનો હુકમ કર્યો હતો.જેમાં જિલ્લા કલેકટર દ્વારા મંગળવારના રોજ માપણી કરાવાઇ આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિરની ધર્મશાળા વાળી જગ્યાએ પાકા દબાણો થઈ ગયા છે.જે દબાણો દૂર કરવા માટે સ્થાનિકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તાલુકા કક્ષાએથી લઈ જિલ્લા કક્ષા સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા.જ્યારે દબાણ કર્તાઓ સુખસર સહિત અન્ય શહેરોમાં માલમિલકત અને વૈભવી મકાનો ધરાવે છે.છતાં પણ તેઓ દ્વારા ગરીબ હોવાના અને દબાણ વાળી જગ્યાએ રહેણાંક મકાનો ધરાવે છે.તેવા ખોટા પુરાવા ઊભા કરી જમીન નામે કરાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી.જેમાં અરજદાર દ્વારા રાજ્યકક્ષાએ રજૂઆત કરતા નિયમ બધ્ધ કરવાની ફાઈલ રદ કરી અને પરત જિલ્લા કક્ષાએ મોકલી આપી હતી.અને જિલ્લા કલેકટર દાહોદને સંપૂર્ણ તપાસ કરવા આદેશ કર્યો હતો.જેમાં જિલ્લા કલેકટર દ્વારા મંગળવારના રોજ માપણી કરાવાઈ હતી. માપણીના રિપોર્ટ બાદ દબાણકર્તાઓ સામે લેન્ડ ગેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ શકે છે તેવું જાણવા મળ્યું હતું. માપણી સમયે કોઈ અનિચ્છનીય બનાવના બને નહીં તે અર્થે સુખસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.