Wednesday, 04/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના લખણપુર હાઇવે માર્ગ ઉપર અલ્ટો કાર-એસ.ટી બસ વચ્ચે અકસ્માતમાં પાંચને નાની-મોટી ઇજા.

August 2, 2022
        1551
ફતેપુરા તાલુકાના લખણપુર હાઇવે માર્ગ ઉપર અલ્ટો કાર-એસ.ટી બસ વચ્ચે અકસ્માતમાં પાંચને નાની-મોટી ઇજા.

બાબુ સોલંકી, સુખસર

 

ફતેપુરા તાલુકાના લખણપુર હાઇવે માર્ગ ઉપર અલ્ટો કાર-એસ.ટી બસ વચ્ચે અકસ્માતમાં પાંચને નાની-મોટી ઇજા.

ફતેપુરા તાલુકાના લખણપુર હાઇવે માર્ગ ઉપર અલ્ટો કાર-એસ.ટી બસ વચ્ચે અકસ્માતમાં પાંચને નાની-મોટી ઇજા.

એસ.ટી બસ ઝાલોદ થી ગાંધીનગર જઈ રહી હતી, જ્યારે અલ્ટો કાર સવારો લુણાવાડા થી ઝાલોદ તરફ જઈ રહ્યા હતા.

 

પ્રાથમિક માહિતી મુજબ મહીસાગર જિલ્લાના ઇજાગ્રસ્ત અલ્ટો કાર સવારો ઝાલોદ તાલુકામાં અલગ-અલગ શાળામાં શિક્ષકો તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ફતેપુરા તાલુકાના લખણપુર હાઇવે માર્ગ ઉપર અલ્ટો કાર-એસ.ટી બસ વચ્ચે અકસ્માતમાં પાંચને નાની-મોટી ઇજા.

સુખસર,તા.02

 

 

“ગુજરાત એસ.ટી સલામત સવારી”ના સૂત્ર સાથે દોડાવવામાં આવી રહેલ એસટી બસોમાં પણ હવે મુસાફરોની સલામતી જોખમાતી જતી હોવાનું જોવા મળે છે.હાલ થોડા સમય માંજ ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર સરકારી એસ.ટી બસોના અકસ્માત બનાવવાનો સિલસિલો વધી રહ્યો છે.તેમાં આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર ઝાલોદ થી ગાંધીનગર જતી એસ.ટી બસ-અલ્ટો કાર વચ્ચે લખનપુર હાઇવે માર્ગ ઉપર અકસ્માત સર્જાતા અલ્ટો કાર સવાર પાંચ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ઇજાગ્રસ્તો ઝાલોદ દવાખાનામાં પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્ત પાંચ જેટલા અલ્ટો સવાર લોકો ઝાલોદ તાલુકાના અલગ-અલગ ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર છેલ્લા ત્રણેક દિવસથી એસ.ટી બસો ને અકસ્માત થવાના બનાવો વધી રહ્યા છે.તેમાં બે દિવસ અગાઉ વેલપુરા ગામે એસ.ટી બસ-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં કેટલાક એસટી બસમાં મુસાફરી કરતા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.જ્યારે આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં ઝાલોદ થી ગાંધીનગર જતી એસ.ટી બસ નંબર જીજે-18.ઝેડ-6138 ને અલ્ટો કાર વચ્ચે લખણપુર ટેકરી પાસે અકસ્માત સર્જાવા પામ્યો છે.તેમાં મહીસાગર જિલ્લામાંથી અલ્ટો કાર નંબર-જીજે.07.એજી-5654 માં અપડાઉન કરતા અને ઝાલોદ તાલુકામાં અલગ-અલગ શાળામાં શિક્ષકો તરીકે ફરજ બજાવતા શિક્ષક મુસાફરોને અકસ્માત સર્જાતા પાંચ જેટલા શિક્ષકોને નાની- મોટી ઇજાઓ પહોંચવા પામી હતી.ઇજાગ્રસ્ત શિક્ષકો તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ઝાલોદ દવાખાનામાં પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.

     અહીંયા ઉલ્લેખનીય બાબત છે કે, ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર લખણપુર ટેકરી પાસે એસ.ટી બસ અકસ્માતનો ત્રણ દિવસમાં આ બીજો બનાવ છે.અને આ એક જ જગ્યાએ અકસ્માત સર્જાય છે.તેમાં માર્ગ ઉપર વધુ ડામરના કારણે વરસાદી દિવસોમાં સ્પીડમાં જતા વાહનો રેલાવાના કારણે અકસ્માત થઇ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.જ્યારે બીજી બાજુ જોઈએ તો હાલમાં આ માર્ગને પહોળો કરવા માટે માર્ગની બંને સાઈડમાં ઊંડી ગટરોનું ખોદકામ કરવામાં આવેલ છે. જેના લીધે પણ અકસ્માત વધી રહ્યા છે.ત્યારે નસીબ જોગે આ બંને એસ.ટી બસો ઊંડી ગટરોમાં નહીં ખાબકતા માંડ બચવા પામેલ છે.જેથી મોટી જાનહાની પણ ટળી છે.ત્યારે લાગતા-વળગતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને અકસ્માત નિવારવાના પગલાં ભરવામાં આવે તેવી મુસાફર જનતાની માંગ ઉઠવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!