
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કાળીયામાં ભાઈ તથા ભત્રીજાઓએ કોસ તથા કુહાડીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ત્રણ પુરૂષ તથા બે મહિલાઓ સામે ગુન્હો નોંધાયો.
પિતાની મિલકતમાંથી જમીનનો ભાગ નહીં આપવાના ઇરાદે પરિવારના પાંચ લોકોએ હુમલો કર્યો હતો.
હુમલાખોરોએ મોઢા ઉપર કોષ મારતા દાંત પડ્યો તથા બરડામાં કુહાડી મારી પતિ-પત્ની ને ગડદાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.13
ફતેપુરા તાલુકાના કાળીયા ગામે ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કુટુંબનાજ પાંચેક જેટલા લોકોએ લોખંડની કોશ તથા કુહાડી વડે હુમલો કરી ગડદાપાટુનો માર મારતા એક વ્યક્તિનો દાંત પડી જવા પામ્યો હતો.જ્યારે એક મહિલાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાંચ લોકો વિરૂધ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા ગામે હોળી ફળિયામાં રહેતા સમસુભાઈ મોતીભાઈ મછાર એલ.આઇ.સી માંથી નિવૃત્ત થઈ હાલ નિવૃત જીવન ગુજારી રહ્યા છે.જેઓ સંતરામપુર ખાતે પોતાનું મકાન ધરાવે છે.જ્યારે હાલ પોતાના વતન કાળીયા ગામે નવીન મકાનનું બાંધકામ કરતા સંતરામપુર થી કાળીયા ગામે અપડાઉન કરે છે.ત્યારે પોતાનાજ નાના ભાઈ તથા ભત્રીજાઓએ ખોટી અદાવત રાખી રવિવાર સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સમસુભાઈ મછાર પોતાની સ્કોર્પીઓ ગાડી લઈ તેમના પત્ની સાથે સંતરામપુર જવા નીકળ્યા હતા. તેવા સમયે તેમના નાના ભાઈ દિતા ભાઈ મોતીભાઈ મછાર,ભત્રીજા રાજુભાઈ દિતાભાઈ મછાર, દિનેશભાઈ દીતાભાઇ મછારનાઓ ગાડી પાસે દોડી આવી સમસુ ભાઈ મછારને ગાડીમાંથી ખેંચી કાઢી મા-બેન સમાણી બિભીત્સ ગાળો આપી જણાવતા હતા કે,તુ અહીંયા કેમ આવે છે?તને જમીનમાંથી ભાગ આપવાનો નથી નું જણાવી રાજુભાઈ મછારે તેના હાથમાં રાખેલી લોખંડની કોશ વડે સમસુભાઇ મછાર ઉપર હુમલો કરી મોઢા ઉપર ગંભીર ઇજા પહોંચાડી હતી.જેના લીધે એક દાંત પડી ગયો હતો.અને હોઠની ચામડી ચીરાઇ જતા લોહીલુહાણ થઇ ગયા હતા.જ્યારે દિનેશભાઈ મછારે તેના હાથમાં રાખેલ કુહાડી વડે હુમલો કરી બરડામાં કુહાડીની મુંદર મારતા ઇજા પહોંચાડતા તેમના પત્ની મંજુલાબેન છોડાવવા દોડી આવ્યા હતા.તેવા સમયે ભત્રીજા વહુ રેખાબેન રાજુભાઈ મછાર તથા મીનાબેન દિનેશભાઈ મછારના પણ દોડી આવ્યા હતા.અને આ 5 લોકોએ મળી સમસુભાઈ મછારને તથા તેમના પત્ની મંજુલાબેનને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા પાડોશમાં રહેતા મલીયાભાઈ વાલાભાઈ મછારનાઓએ દોડી આવી આ પાંચ લોકોની મારમાંથી સમસુભાઈ મછાર તથા તેમના પત્ની મંજુલાબેનને બચાવ્યા હતા.
ઉપરોક્ત સંબંધે સમસુભાઈ મોતીભાઈ મછારે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મારામારીનો ગુનો દાખલ કરી રાજુભાઈ દીતાભાઇ મછાર, દિનેશભાઈ દિતાભાઈ મછાર,દિતા ભાઈ મોતીભાઈ મછાર,મીનાબેન દિનેશભાઈ મછાર,રેખાબેન રાજુભાઈ મછારની વિરુદ્ધમાં કાયદેસર ગુનો દાખલ કરી રાજુભાઈ,દિનેશભાઈ તથા દિતાભાઈને લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળે છે.જ્યારે બે આરોપી મહિલાઓ મીનાબેન તથા રેખાબેનને પોલીસ દ્વારા ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.