Friday, 11/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના પાડલીયા ગામે ફોરવહીલ ગાડી વૃક્ષ સાથે અથડાતા 22 વર્ષીય યુવાનનું અકસ્માતમાં મોત.

April 11, 2022
        1861
ફતેપુરા તાલુકાના પાડલીયા ગામે ફોરવહીલ ગાડી વૃક્ષ સાથે અથડાતા 22 વર્ષીય યુવાનનું અકસ્માતમાં મોત.

  બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસીંગ થી ફતેપુરા જતા માર્ગ ઉપર પાડલીયા ગામે ઇક્કો ગાડી વૃક્ષ સાથે અથડાતા 22 વર્ષીય યુવાનનું અકસ્માતમાં મોત.

અકસ્માતમાં ઈક્કો ગાડીને બોનટ ઉપર સામાન્ય નુકસાન,જ્યારે મૃતક યુવાનને મોઢા ઉપર તથા માથાના પાછળના ભાગે ઈજાઓને કારણે મોત નીપજ્યું.

સુખસર,તા.11

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વાહન ચાલકો બેફામ બનતા દિન-પ્રતિદિન વાહન અકસ્માતો વધતા નિર્દોષ લોકો ઈજાઓના શિકાર તથા કાળનો કોળિયો બની રહ્યા છે.તેવો જ એક વધુ બનાવ શનિવાર રાત્રિના દશેક વાગ્યાના અરસામાં બલૈયા ક્રોસીંગ થી ફતેપુરા જતા માર્ગ ઉપર પાડલીયા ગામે માર્ગ ઉપર વાહન ચાલકની બેદરકારીથી સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ઈક્કોગાડી વૃક્ષ સાથે અથડાતા ગાડીને સામાન્ય નુકસાન પહોંચવા પામ્યું હતું.જ્યારે તેમાં સવાર એક 22 વર્ષીય યુવાનને મોઢા ઉપર તથા માથાના પાછળના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા યુવાનનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.

     પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રાહુલભાઈ મગનભાઈ મકવાણા ઉંમર વર્ષ 22 રહે.ચીખલી મકવાણા ફળિયાના ઓએ શનિવાર રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ઘરના સભ્યોને જણાવેલકે,હું ગામના પ્રવિણસિંહ જોરાવરસિંહ રાઠોડના ઘરે જઈને આવું છું તેમ જણાવી ઘરે થી નીકળેલ.ત્યારબાદ રાત્રીના 10 વાગ્યાના અરસામાં ઘરના સભ્યો જમી પરવારી ઊંઘવાની તૈયારી કરતા હતા.તેવા સમયે રાહુલભાઈના ભાઈ મહેશભાઇ મકવાણાને ચીખલીના રાઠોડ માનસિંહ સુખતસિંહ નાઓએ મોબાઈલથી જણાવેલ કે,તારા ભાઈ રાહુલ તથા પ્રવીણસિંહ રાઠોડ બંને જણા ઈક્કો ગાડીમાં બેસી બલૈયા કામકાજ અર્થે જતા હતા.તેવામાં પાડલીયા ગામે ફતેપુરા રોડ ઉપર એચ.પી પેટ્રોલ પંપની સામે ઈક્કો ગાડી ઝાડ સાથે અથડાતા તારા ભાઈ રાહુલ ને માથાના પાછળના ભાગે તથા મોઢા ઉપર વાગેલ છે.તેવું જણાવતા ઘરના સભ્યો અકસ્માત સ્થળે ગયા હતા. જ્યાં જઈ જોતા ઈક્કો ગાડી નંબર.જીજે- 20.એક્યુ- 1475 ના ચાલકે પૂરપાટ અને ગફલત ભરી રીતે પોતાના કબજાના વાહનને હંકારી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી ઝાડ સાથે અથડાવી અકસ્માત કરેલ હોવાનું જણાતા ગંભીર ઇજાગ્રસ્ત રાહુલભાઈ મકવાણાને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે રાહુલને મૃત જાહેર કર્યો હતો.અકસ્માત બાદ અકસ્માતગ્રસ્ત ગાડીને સ્થળ ઉપર છોડી પ્રવીણસિંહ રાઠોડ ફરાર થઈ જવા પામ્યા હોવાનું જાણવા મળે છે.

       અહીંયા નોંધનીય બાબત છે કે, જે વૃક્ષ સાથે ઈક્કો ગાડી અથડાઈ છે તે ગાડીને ખાલી સાઇડ બોનટ ઉપર સામાન્ય નુકસાન પહોંચેલ છે.જ્યારે મૃતક યુવાનને મોઢા ઉપર તથા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાનું જોવા મળ્યું હતું.

    ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક રાહુલભાઈના ભાઈ મહેશભાઈ મગનભાઈ મકવાણાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા લાશનુ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ કર્યા બાદ લાશનો કબજો મૃતકના વાલીવારસોને સોંપી ચીખલીના પ્રવીણસિંહ રાઠોડની વિરુદ્ધમાં ઇક્કો ગાડીને પૂર ઝડપે અને બેદરકારીથી હંકારી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી ઝાડ સાથે અથડાવી અકસ્માત કરવા અન્વયે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!