Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મોટા નટવામાં નદીના પાણીમાં ડુબી જતાં નવ વર્ષીય બાળકનું મોત: પરિવારમાં માતમ છવાયો..

February 8, 2022
        2523
ફતેપુરા તાલુકાના મોટા નટવામાં નદીના પાણીમાં ડુબી જતાં નવ વર્ષીય બાળકનું મોત: પરિવારમાં માતમ છવાયો..

  બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના મોટાનટવામાં નદીના પાણીમાં ડુબી જતાં નવ વર્ષીય બાળકનું મોત.

નદીની કિનાર ઉપર આવેલ પથ્થર ઉપર બેસી પાણી લેવા જતાં બાળક અકસ્માતે નદીમાં પડ્યો હતો.

સુખસર,તા.08

ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ખારી નદી ઉપર કુદરતી હાજતે ગયેલ બાળક અકસ્માતે નદીના પાણીમાં ડુબી જતાં વધુ પાણી પી જવાથી તેનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.બાળકની લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવી પી.એમ બાદ લાશનો કબજો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અકસ્માતે પાણીમાં ડૂબી જતા માસુમ બાળકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

    જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાગાભાઈ દલજી ભાઈ ડોડીયાર ખેતીવાડી દ્વારા ગુજરાન ચલાવે છે.જેઓનો પુત્ર નામે લવભાઈ ઉંમર વર્ષ 9 નો ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં રાવળના વરુણા ગામે ખારી નદી ઉપર કુદરતી હાજતે ગયો હતો.ત્યારબાદ નદીની કિનાર ઉપર આવેલ પથ્થર ઉપર બેસી પાણી લેવા જતા અકસ્માતે પગ લપસી જતા અકસ્માતે લવ ઊંડા પાણીમાં પડ્યો હતો.અને વધુ પાણી પી જવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

     અહીંયા જણાવવું જરૂરી છે કે, સુખસરની ખારી નદીમાંથી કાકરા કાઢવા માટે જે.સી.બી.થી ખોદાણ કરેલ હતું.અને જે ખાડાઓમાં પાણી હોવાના કારણે બાળક પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું.

      ઉપરોક્ત બાબતે મરણ જનાર લવ ભાઈ ના પિતા નગાભાઈ દલજીભાઇ ડોડીયારે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઇ પંચકેસ બાદ લાશનો કબજો મેળવી લાશને સરકારી દવાખાનામાં પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી. આજરોજ પીએમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!