
સુખસર તાલુકાના રૂપાખેડા ગામે આઇસર ટ્રકે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા એક વ્યક્તિનું કરૂણ મોત નિપજયુ હોવાનું પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થઈ છે.
વધુ મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના લીમડીયા ગામના માલી ફળિયાના રહેવાસી પ્રકાશ જેસીંગભાઈ ગરાસિયા જીજે-01-એ.એચ.5620 નંબરની મોટરસાયકલ પર તેમના પિતા જેસીંગભાઇ ચુનિયાભાઈ ગરાસીયા ને લઈ સંજેલી તાલુકાના રૂપાખેડા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે. જીજે-17- વાય-9063 નંબરના આઈસર ટેમ્પો ચાલકે પ્રકાશભાઈની મોટરસાઈકલને અડફેટે લેતા મોટરસાયકલ પર સવાર બંને વ્યક્તિઓ જમીન પર ફંગોળાયા હતા.જે બાદ આઇસર ટેમ્પો ચાલકે પોતાના કબજાની ટેમ્પો હંકારી ભાગી ગયો હતો.જોકે જેસીંગભાઇ ચુનિયાભાઈ ગરાસીયાનાકરીને જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
ઉપરોકત બનાવ સંદર્ભે ફતેપુરા લીંબડીયા ગામના જેસીંગભાઈ ગરાસિયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સુપર પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.