ફતેપુરા-ઝાલોદ તાલુકામાં વાગ્ધરા સંસ્થા દ્વારા આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનોને કોરોના કીટની ફાળવણી કરાઈ..

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા-ઝાલોદ તાલુકામાં વાગ્ધરા સંસ્થા દ્વારા આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનોને કોરોના કીટની ફાળવણી કરવામાં આવી.

( પ્રતિનિધિ ) સુખસર,તા.21

ગુરૂવારના રોજ સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ કાર્યાલય ,ઝાલોદ અને ફતેપુરામાં વાગ્ધારા સંસ્થા અને બેન્ક ઓફ બરોડાના સંયુક્ત તત્વધાન છાવ પરિયોજના અંતર્ગત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં 1032 તથા ફતેપુરામાં 564 મુખ્યસેવિકા ,આંગણવાડી કાર્યકર્તા ,અને આંગણવાડી સહાયિકા બેનોને કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોરોના કીટનું વિતરણ કરવામાં આવ્યું.વાગ્ધારા સંસ્થાના કાર્યક્રમ અધિકારી ગિરીશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે,ઝાલોદ તાલુકાના સી, ડી, પી, ઓ એમી જોસેફ પરમાર મેડમ તથા ફતેપુરા તાલુકાના સી, ડી,પી,ઓ કોમલ બેન દેસાઈ દ્વારા તેમના આધિન મુખ્ય સેવિકા ,આંગણવાડી કાર્યકર્તા, તેમજ સહાયિકા બહેનોને કોરોના કીટ વિતરણ કરવામા આવી કાર્યક્રમમાં વાગધારા સંસ્થાના સહજકરતા પારસીંગભાઈ રાવત, કૈલાસબેન ગરાસીયા,સરસ્વતીબેન પારગી, રમેશભાઈ કટારા,તથા નિલેશ ભાભોરે ભાગ લીધો હતો.

Share This Article