રાજેશ વસાવે :- દાહોદ
કલેકટરશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતા હેઠળ રોડ એન્ડ સેફટી અંગેની બેઠક યોજાઈ
દાહોદ તા. 28
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતા હેઠળ ડિસ્ટ્રિક્ટ રોડ એન્ડ સેફટી કમિટીની બેઠક યોજવામાં આવી હતી. જે નિમિતે રોડ સેફટીને લગતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સહિત અન્ય જરૂરી મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

રોડ એન્ડ સેફટી ડ્રાઈવમાં કરેલ કામગીરીના અહેવાલમાં પોલીસ દ્વારા કરવામાં આવતી ટ્રાફિક અંગેની કામગીરી, જાહેર જાગૃતિ અંગેની કામગીરી રજૂ કરવા સહિત કેન્દ્ર પુરસ્કૃત રાહવીર યોજના હેઠળ દાહોદ જિલ્લામાં અમલવારી કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, એ.આર.ટી.ઓ.શ્રી શૈશવ ગામીત, પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ક્લાસવા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એસ.એલ.દામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો ઉદય ટીલાવત, સહિત સંબંધિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
