
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાની સાડા બાર વર્ષીય સગીરાનું લગ્નના ઈરાદે લખણપુરના આરોપી દ્વારા અપહરણ કરાતાં ફરિયાદ.
લખણપુરના પુખ્ત ઈસમ દ્વારા 21.ડિસેમ્બર-2021ના રોજ રાત્રિના સમયે અપહરણ કરાયું હતું.
પસગીરાનો કબજો પરત સોંપી દેવા અનેકવાર સગીરાના પિતાએ જણાવવા છતાં કબજો નહીં સોપતાં આખરે કાયદાનું શરણું લીધું.
સુખસર,તા.11
ફતેપુરા તાલુકામાં પુખ્ત વયની મહિલાઓ તથા સગીર વયની બાળ કિશોરીઓના પત્ની તરીકે રાખવાના ઈરાદાથી અપહરણના બનાવો વધી રહ્યા છે.જેમાં ખાસ કરીને થતા અપહરણના બનાવમાં પુખ્ત ઉંમરની કન્યાઓ કરતા સગીર વયની બાળ કિશોરીઓના અપહરણની સંખ્યા વધુ પ્રમાણમાં વધી રહી હોવાનું જોવા અને જાણવા મળે છે.જે પૈકી મોટાભાગના કિસ્સાઓમાં સમાધાન થઇ જતાં તેવા કિસ્સા પ્રકાશમાં આવતા નથી. પરંતુ પંથકમાં બનતા અન્ય ગુન્હાઓથી અડધા ભાગના કિસ્સાઓ પુખ્ત તથા સગીર વયની કિશોરીઓને સમજાવી પટાવી પત્ની તરીકે રાખવાના ઈરાદાથી અપહરણ કરી જવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આવા કિસ્સાઓ ઉપર રોક લગાવવા અપહરણ જેવા બનાવોમાં સંડોવાયેલા આરોપીઓની સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક હાથે કામ લેવામાં આવશે તો જ આવા બનાવો ઉપર અંકુશ લાવી શકાશે નહીં તો ફતેપુરા તાલુકામાં અપહરણના બનાવો કાયદાકીય દૃષ્ટિએ જોતા એક સામાન્ય મુદ્દો બનીને રહી જશે તેમાં કોઈ બેમત નથી.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના એક ગામની 12વર્ષ6 માસ ની સગીરા ગત 21. ડિસેમ્બર-2021 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં જમી પરવારી ઘરની ઓસરીમાં પરિવારના સભ્યો સાથે ઊંઘી ગયેલી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારમાં ઘરના સભ્યો પાંચેક વાગ્યે જાગતા બાજુના ખાટલામાં સૂતેલી સગીરા જોવા મળેલ નહિ.ત્યારબાદ તેની આસપાસમાં તથા પરિચિતો અને સગા સંબંધીઓમાં ભાળ મેળવવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ બીજા દિવસે સવારના સગીરાના પિતા ઉપર મોબાઈલથી જણાવેલ કે,હું લખણપુર થી લાલસીંગભાઈ બચુભાઈ ચારેલ બોલું છું.અને તમારી છોકરીને મારો છોકરો હિતેશ લઇ આવેલ છે.તેમ કહેતા સગીરાના પિતાએ લખણપુર ગામના લાલસીંગભાઈ ચારેલના ઘરે પંચના માણસો મોકલેલા.અને લખણપુર જઇ સગીરાનો કબજો પરત સોંપી દેવા જણાવતા લાલસીંગભાઈ ચારેલે જણાવેલ કે,મારો છોકરો હિતેશ તમારી છોકરી ને લઇ આવેલ છે. પરંતુ તેઓ હાલ બહારગામ જતા રહેલ છે.અને અમો છોકરા-છોકરીની શોધખોળ કરી પકડી લાવી તમારી પુત્રીનો કબજો તમોને પરત સોંપી દઈશુ તેમ જણાવતા પંચના માણસો પરત આવતા રહ્યા હતા.ત્યારબાદ પંદર દિવસ ઉપરાંતનો સમય વીતી જવા છતાં સગીરાનો કબજો તેના પિતાને પરત નહીં સોંપતાં તેની 10. જાન્યુઆરી-2022 ના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે સગીરાના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં અપરણમાં સંડોવાયેલ હિતેશભાઈ લાલસીંગ ભાઈ ચારેલની વિરુદ્ધમાં આઈપીસીની કલમ મુજબ અપરણ, ગેરકાયદેસર ગોંધી રાખવા તથા પોક્સો મુજબ ગુનો દાખલ કરી સગીરા મળી આવ્યે બળાત્કારની કલમનો ઉમેરો થઈ શકે તેવી શક્યતા સાથે આગળની તપાસ હાથ ધરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.