Friday, 29/03/2024
Dark Mode

સીંગવડ નગરના બજારોમાં ચાર વાગ્યાં બાદ સ્વંયભૂ બંધ થયાં:સ્વૈચ્છિક લોક ડાઉનનો ચુસ્તપણે પાલન થયું

સીંગવડ નગરના બજારોમાં ચાર વાગ્યાં બાદ સ્વંયભૂ બંધ થયાં:સ્વૈચ્છિક લોક ડાઉનનો ચુસ્તપણે પાલન થયું

કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના સિંગવડ  ગામમાં ૪ વાગ્યાની સાથે બજારો બંધ થઈ ગયા હતા

સીંગવડ તા.12

સિંગવડ તાલુકાની સીંગવડ ગામમાં કોરોનાના કેસો વધતાની સાથે તથા દાહોદ જિલ્લામાં કેસો વધવાની સાથે  સરકારી તંત્ર દ્વારા વેપારીઓને સ્વેચ્છિક ૪ થી ૬ બંધ કરવા માટે જણાવ્યું હતું.તેના સંદર્ભમાં વેપારીઓ દ્વારા ૪ થી ૬ માટે દુકાનો બંધ કરી દેવામાં આવી હતી જ્યારે 11 4 ના રોજ બપોરના ચાર વાગ્યાના ટકોરે સીંગવડ નું બજાર બંધ થઈ જવા પામ્યું હતું.જ્યારે રંધીકપુર પોલીસ દ્વારા પણ સવારથી માઇક દ્વારા દુકાનો ચાર વાગ્યાના ટકોરે બંધ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ રણધીકપુર પોલીસ દ્વારા ચાર વાગતાની  સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.જેના લીધે બજારો બંધ થઈ જવા પામ્યા હતા જ્યારે સિંગવડ બજાર મા થોડીક વારમાં સન્નાટો જોવા મળી રહ્યો હતો જ્યારે ઘણા ગામડાના લોકોને અટવાવવાનો વારો પણ આવ્યો હતો જ્યારે રણધીકપુર પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું જ્યારે કલેકટર શ્રી ના આદેશ અનુસાર રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો તે યથાવત ચાલુ હતો.

error: Content is protected !!